(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં અહી રસ્તા પર એક સાથે 17 સિંહની લટાર, આ દ્રશ્ય જોવા થંભી ગયા લોકો
એક સાથે 17 સિંહો જંગલ છોડી રોડ પર આવતા શિકારની શોધમાં આવ્યા હોવાનું અનુમાન છે. વાહન ચાલકે આ દુર્લભ સિંહ દર્શનનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો
ગીરનાં સિંહ આસપાસનાં રહેવાસી વિસ્તારોમાં જોવા મળતા લોકોની ચિંતા વધી છે. અમરેલી જિલ્લામાં પણ સિંહની હાજરી ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહ પરિવારના આંટાફેરાનો વીડિયો વાયરલ થયો છે. નખાંભા નજીક રાત્રીના સમયે એક સાથે 17 સિંહ રોડ પર ચડી આવ્યા હતા. સિંહના આ લટ્ટારના દ્રશ્યો પીપળવાથી ચતૂરી વચ્ચેના રોડના હોવાનું સામે આવ્યું છે. એક સાથે 17 સિંહો જંગલ છોડી રોડ પર આવતા શિકારની શોધમાં આવ્યા હોવાનું અનુમાન છે. વાહન ચાલકે આ દુર્લભ સિંહ દર્શનનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો. એકસાથે 17 સિંહો નિહાળવા માટે ઘડીભર માટે વાહનચાલકો પણ થંભી ગયા હતા. પરંતુ સિંહોનું આમ જંગલમાંથી બહાર આવતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
બીજી તરફ ગોંડલ તાલુકાનાં ગામોમાં એક સાથે ત્રણ સાવજ પહોંચતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ખેડૂતો તેમના ખેતરોમાં જતા પણ ગભરાય છે. સિંહો જોવા મળતા પાટિયારી ગામનાં સરપંચે લોકોને એલર્ટ કર્યા હતા. ગામનાં આગેવાનોએ સિંહોને જંગલમાં મુકી આવવાની વન વિભાગ સમક્ષ માંગ કરી હતી. સિંહો ગામમાં આવી પહોંચતા માલધારીઓ અને ખેડૂતોની પરિસ્થિતી કફોડી થઈ છે. ત્યારે વન વિભાગ સિંહોની સમસ્યા સામે આખ આડા કાન કરી રહ્યું છે. અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહની અવરજવરના સમાચાર દર બે દિવસે આવતા રહે છે. અમરેલીના સાવરકુંડલામાં સિંહના ચાર બચ્ચા ખાટલા પર આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.વીડિયોમાં જોઇ શકાય છે કે સિંહના ચાર બચ્ચા ખાટલા પર ચડી રમી રહ્યા છે.
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે
રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ? જાણો લેટેસ્ટ આંકડો