શોધખોળ કરો

Gujarat elections 2022: પર્યાવરણની જાળવણી માટે ગુજરાતમાં બનશે 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન

Gujarat assembly elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ને લઈને ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

Gujarat assembly elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ને લઈને ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત તથા સુવિધા આપવા માટે અલગ-અલગ પ્રકારના વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કર્યા છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર છે. એટલું જ નહીં, બંને તબક્કાના કુલ 51,839 મતદાન મથક પૈકી 1,833 પોલીંગ સ્ટેશનો વિશેષરૂપે તૈયાર કરાયા છે. 

ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન

ચૂંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણીપંચે ઈકો ફ્રેન્ડલી મતદાનમથક ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન રાજ્યના 33 જિલ્લાઓમાં 180 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવાની પર્યાવરણલક્ષી પહેલ કરી છે.  આ પોલીંગ સ્ટેશનમાં ઉપયોગમાં લેવામાં આવનાર મટિરિયલ, ખાસ કરીને પ્રચાર મટિરિયલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મટિરિયલનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે  એટલેકે ચૂંટણીમાં Eco friendly materialનો ઉપયોગ કરવાનો રહે છે. 

 આ સાથે, પોલિસ્ટાયરીન સહિતના સીંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક સ્ટીક બલૂન, પ્લાસ્ટિક ફ્લેગ્સ, કેન્ડી સ્ટીક્સ, આઈસક્રીમ સ્ટીક્સ, પોલિસ્ટાયરીન (થર્મોકોલ) નો ઉપયોગ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 100 માઈક્રોનથી ઓછી સાઈઝના પ્લાસ્ટિકની પ્લેટસ, કપ,ફોર્ક, ચમચી, ટ્રે, મીઠાઈ/નાસ્તાની પેકીંગ ફિલ્મસ, આમંત્રણ કાર્ડસ, પોસ્ટર/બેનર વગેરે પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવામાં નહીં આવે. 

યુવા મતદારો સંચાલિત મતદાન મથક 

ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે નવતર પહેલ કરી છે. જેના ભાગરૂપે યુવા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે હેતુથી દરેક જિલ્લામાં એક યુવા સંચાલિત મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથકોમાં તમામ કર્મચારી-અધિકારી યુવા હશે. રાજ્યના તમામ જિલ્લા દીઠ એક મતદાન મથક યુવાઓ દ્વારા સંચાલિત મતદાન મથક હશે.

કચ્છ જિલ્લામાં ભુજ, બનાસકાંઠામાં પાલનપુર, પાટણમાં પાટણ, મહેસાણામાં ખેરાલુ, સાબરકાંઠામાં હિંમતનગર, ગાંધીનગરમાં ગાંધીનગર, અમદાવાદમાં ઘાટલોડિયા, સુરેન્દ્રનગરમાં વઢવાણ, રાજકોટમાં રાજકોટ શહેર, જામનગરમાં જામનગર ઉત્તર, પોરબંદરમાં પોરબંદર, જૂનાગઢમાં જુનાગઢ, અમરેલીમાં અમરેલી, ભાવનગરમાં ભાવનગર પશ્ચિમ, આણંદમાં આણંદ, ખેડામાં મહેમદાબાદ, પંચમહાલમાં કાલોલ, દાહોદમાં દેવગઢ બારીયા, વડોદરામાં સયાજીગંજ, નર્મદામાં ડેડીયાપાડા, ભરૂચમાં ઝઘડિયા, સુરતમાં મજુરા, ડાંગમાં ડાંગ, નવસારીમાં જલાલપુર, વલસાડમાં કપરાડા, તાપીમાં નિઝર, અરવલ્લીમાં બાયડ, મોરબીમાં વાંકાનેર, દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા, ગીર સોમનાથમાં સોમનાથ, બોટાદમાં ગઢડા, મહીસાગરમાં લુણાવાડા અને છોટાઉદેપુરમાં છોટાઉદેપુર ખાતે યુવા મતદાન મથકોની રચના કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Embed widget