અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Ahemdabad News:અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાનિના અહેવાલ નથી પરતું આ ઘટનાના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. 23 ટ્રેન રદ્દ કરાઇ છે.

Ahemdabad News: અમદાવાદ વટવા નજીક 23 માર્ચની રાત્રે એકાએક ક્રેઇન તૂટી પડતાં ટ્રેન રેલવે વ્યવહારને થઈ મોટી અસર થઇ છે. અમદાવાદથી ઉપડતી અને આવતી 23 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.ગતરાત્રીના રોપડા બ્રિજ નજીક બુલેટની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતાં સમગ્ર આ વિસ્તારનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. જો કે આ ઘટનામાં સદભાગ્ય એ છે કે કોઇ જાનહાનિ નથી થઇ. આ દુર્ઘટનામાં રેલવે લાઈનનો ઓવરહેડ વાયર તૂટતા રેલ વ્યવહારને અસર થઇ છે. દુર્ઘટના ક્યાં કારણોસર સર્જાઈ તેને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. ડિવિઝનલ રેલવે મેનેજરને તપાસના આદેશ આપ્યાં છે.ક્રેઇન તૂટી ગયા બાદ રેલવેએ રાત્રીથી જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. રેલવે પીઆરઓના કહેવા મુજબ બપોર સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત થઇ જશે. આ ઘટનાના કારણે 7 ટ્રેન ડાયવર્ટ કરવામાં આ છે.તો 15 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આજની અમદાવાદ આવતી અને ઉપડતી 23 ટ્રેન રદ કરવામાં આવી છે.
કર્ણાવતી, ગુજરાત ક્વીન, ગુજરાત એક્સપ્રેસ ટ્રેન કેન્સલ
ઈન્ટરસીટી એક્સપ્રેસ, સંકલ્પ ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન કેન્સલ
વટવાથી ઉપડતી આણંદ અને ભરૂચની મેમુ ટ્રેન કેન્સલ
અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, ત્યારે રોકડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં વિશાળ ક્રેન લગાવવામાં આવી છે. જે ક્રેન અચાનક જ રવિવારની રાત્રે પિલ્લરના વચ્ચેના ભાગ ઉપર ધરાશાયી થઈ હતી. ક્રેન પડવાનો જોરદાર અવાજ આવવાની સાથે જ આસપાસના રહીશો દોડતા થઈ ગયા હતા અને બહાર આવીને જોયું ત્યારે ક્રેન પડી હતી. આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બીજી તરફ રેલવેની હાઈ ટેન્શન લાઈનને પણ અસર થઈ હતી, જેથી રેલવે વિભાગ સાથે આ મામલે નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા સંપર્ક કરીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.મુંબઈ તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદને બદલે ભરૂચથી ઉપડશે તો હાવરા, રાજકોટ-સિક્ંદરાબાદ, બરૌની એક્સપ્રેસ સહિત 5 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી ઉપડતી પાંચ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેન વ્યવહાર પ્રભાવિત થતા મુસાફરો માટે રેલવેએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યાં છે.
અમદાવાદનો હેલ્પલાઈન નંબર 079-22113977 નંબર જાહેર
સાબરમતીનો હેલ્પલાઈન નંબર 7043028680 નંબર જાહેર
વિરમગામનો હેલ્પલાઈન નંબર 7043028564 નંબર જાહેર
મહેસાણાનો હેલ્પલાઈન નંબર 02762- 241501 નંબર જાહેર
ગાંધીધામનો હેલ્પલાઈન નંબર 9408708535 નંબર જાહેર
પાલનપુરનો હેલ્પલાઈન નંબર 02742- 251775 નંબર જાહેર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
