શોધખોળ કરો
Advertisement
અરવલ્લીમાં 3 તો બનાસકાંઠામાં વધુ 2 કોરોનાના કેસ, જાણો ક્યા ગ્રામીણ વિસ્તારમાં આવ્યો વાયરસ
ગઈકાલે સાંજે સરકારની પ્રેસ કોન્ફરન્સ અનુસાર ગુજરાતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1743 પર પહોંચી છે.
અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યાછે. મેઘરજના ઓઢા ગામના બે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ઉપરાંત મોડોસા શેલ્ટર હાઉસમાં પણ કોરોનાની એ્ટ્રી થઈ છે. યૂપીના શ્રમિકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. છેલ્લા 12 કલાકમાં અરવલ્લીમાં 8 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ અરવલ્લીમાં કુલ 10 કેસ નોંધાયા છે.
અરવલ્લી ઉપરાંત બનાસકાંઠામાં પણ વધુ 2 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. સાથે બનાસકાંઠામાં કુલ આંકડો 12 પર પહોંચી ગયો છે. પાલનપુરના ગઢામણ ગામમાં આ બે નવા કેસ મળી આવ્યા છે સાથે જ ગામમાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 10એ પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, ગઈકાલે સાંજે સરકારની પ્રેસ કોન્ફરન્સ અનુસાર ગુજરાતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1743 પર પહોંચી છે.
ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 105 લોકો સ્વસ્થ થઈ ઘરે ગયા છે. 1632 લોકો સ્ટેબલ છે, જ્યારે 14 લોકો વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં 29104 ટેસ્ટ કર્યા છે.
અમદાવાદ શહેરમાં વધુ 99 કેસ નોંધાતા શહેરમાં કોરોના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 1101 પર પહોંચી છે. સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1101 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement