શોધખોળ કરો
જૂનાગઢ: ઝાલણસર પાકે ઈકો કાર અને બાઈક વચ્ચેના અકસ્મતામાં પિતા-પુત્ર સહિત 3નાં મોત
એક્ટીવા અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં પિતા, પુત્ર સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત ઊંબેણ નદીના પુલ પર સર્જાયો હતો

જૂનાગઢ: જૂનાગઢના ઝાલણસર પાસે ઈકો કારે બે બાઈક ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ત્રણે લોકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માત સર્જાતાં જ રોડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ ઉપરાંત અકસ્માત બાદ લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. ત્યાર બાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જૂનાગઢના ઝાલણસર ગામ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યાં હતાં. એક્ટીવા અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં પિતા, પુત્ર સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત ઊંબેણ નદીના પુલ પર સર્જાયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત સર્જાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે જેટલા પરિવારને વિખેરી નાખ્યો હતો. ક્યાંક પુત્ર તો ક્યાંક પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, અકસ્માત બાદ ઈકો કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈશ્વર હીરા વાઘેલા, દીપક દિનેશ મકવાણા અને દિનેશ રમાજી મકવાણાનું મોત નિપજ્યું હતું.
ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે જેટલા પરિવારને વિખેરી નાખ્યો હતો. ક્યાંક પુત્ર તો ક્યાંક પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, અકસ્માત બાદ ઈકો કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈશ્વર હીરા વાઘેલા, દીપક દિનેશ મકવાણા અને દિનેશ રમાજી મકવાણાનું મોત નિપજ્યું હતું. વધુ વાંચો





















