શોધખોળ કરો
Advertisement
આ નગરપાલિકામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, 31 ફોર્મ રદ્દ થયા, જાણો વિગતો
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી.
ભાવનગર: ભાવનગરના પાલીતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 31 ફોર્મ રદ્દ થયા છે. 36 પૈકી 31 ફોર્મના મેન્ડેટ ન હોવાથી નિયમ અનુસાર રદ્દ કરવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ કોંગ્રેસ પ્રમુખ મેન્ડેટ જમા કરાવવા ગયા હતા. તે સમયે કેટલાક શખ્સોએ મેન્ડેટ ફાડી નાંખ્યા હતા. જેના કારણે માત્ર પાંચ જ ફોર્મમાં મેન્ડેટ જમા થયા હતા અને બાકીના રદ્દ કરાયા છે. ભાજપના તમામ ફોર્મ મંજૂર થયા છે. વોર્ડ નંબર નવમાં ભાજપના એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું જે બિનહરીફ થવાની શક્યતા છે.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement