શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કોરોનાના એક સાથે 7 કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 11 પર પહોંચી છે.
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સલાયામાં એકસાથે 7 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજસ્થાનના અજમેરથી આવેલ મહિલાના સંપર્કમાં આવેલા 7 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં એક સાથે 7 કેસ પોઝિટિવ આવતા તંત્ર પણ દોડતું થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 11 પર પહોંચી છે. દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 8 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
ગુજરાતની સરકારની વેબસાઈટ અનુસાર દ્વારકામાં અત્યાર સુધીમાં 740 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1683 લોકો કોરેન્ટાઈન હેઠળ છે. ઉપરાંત જિલ્લામાં હજુ સુધી એકપણ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું નથી.
12 મેના રોજ સાંજ સુધીમાં સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 24 લોકોનાં મોત થયા છે. જેમાંથી 4નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 20નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 24 પૈકી અમદાવાદમાં 21 અને રાજકોટ સુરત અને વડોદરામાં એક-એક મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 8904 કોરોના કેસમાંથી 30 દર્દી વેન્ટિલેટર પર છે અને 5091 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 119537 ટેસ્ટ થયા જેમાંથી 8904 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement