શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 79600 પર પહોંચ્યો, 113 દર્દી વેન્ટીલેટર પર 

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દિધો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 17119 કેસ નોંધાયા છે.   જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 5998 કેસ નોંધાયા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દિધો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 17119 કેસ નોંધાયા છે.   જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 5998 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 79 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 79600 પર પહોંચી ગયા છે. રાજ્યમાં હાલ 113 લોકો વેન્ટિલેટર પર છે. ખૂબ જ ઝડપથી કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. સોમવારે કોરોનાના કેસ 12 હજાર આસપાસ હતા આજે કેસમાં જંગી વધારો થયો છે.  

ગુજરાતમાં કોરોના કેસ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119  કેસ નોંધાયા છે. બીજી તરફ 7883  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5998, સુરત કોર્પોરેશનમાં 3563,  વડોદરા   કોર્પોરેશનમાં 1539,  રાજકોટ કોર્પોરેશનમાં 1336,  સુરતમાં 423,  ગાંધીનગર કોર્પોરેશનમાં 409, ભાવનગર કોર્પોરેશનમાં 399, મોરબી 318, વલસાડ 310, જામનગર કોર્પોરેશન 252, મહેસાણા 240, નવસારી 211, ભરુચ 206, કચ્છ 175, બનાસકાંઠા 163, વડોદરા 131, રાજકોટ 125, પાટણ 119, જૂનાગઢ કોર્પોરેશન 116, ભાવનગર 102, જામનગર 102, ખેડા 85, અમદાવાદ 80, સુરેન્દ્રનગર 78, અમરેલી 76, ગાંધીનગર 74, આણંદ 65, દાહોદ 62, સાબરકાંઠા 51, નર્મદા 48, પંચમહાલ 45, ગીર સોમનાથ 42, મહીસાગર 39, દેવભૂમિ દ્વારકા 34, પોરબંદર 30, તાપી 30, જૂનાગઢ 15, બોટાદ 12, અરવલ્લી 10, છોટા ઉદેપુર 3 અને ડાંગમાં 3 કેસ નોંધાયા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 79600 કેસ છે. જે પૈકી 113 વેન્ટીલેટર પર છે, જ્યારે 79487 નાગરિકો સ્ટેબલ છે. 866338 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,174 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3,સુરત  કોર્પોરેશનમાં 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં  એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 415 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8068 લોકોને પ્રથમ અને 36606 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43302 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 104040 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 57420 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 67229 લોકોને અપાયો છે.  આજે કુલ 3,17,089 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,53,79,500 લોકોને રસી અપાઈ છે.

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget