શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા ટકા વરસાદ થયો, હવામાન વિભાગે શું કહ્યું ? જાણો
આગામી ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના મતે લૉ પ્રેશરની સ્થિતિ સક્રિય હોવાને કારણે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
ગાંધીનગર: ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 87 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મોસમનો સરેરાશ 100 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 18 ઈંચ,કચ્છ ઝોનમાં 16 ઈંચ,મધ્ય પૂર્વ ગુજરાત ઝોનમાં 27 ઈંચ વરસાદ નોંધાયો છે.
આગામી ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના મતે લૉ પ્રેશરની સ્થિતિ સક્રિય હોવાને કારણે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 15 દિવસ સુધી કોઈ વરસાદી સિસ્ટમ સર્જાય તેવી સંભાવના નહીવત છે. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં તબક્કાવાર સારો વરસાદ નોંધાયો છે. હવે વરસાદ વિરામ લેશે તો ખેડૂતો માટે સિઝન લાભદાયક નિવડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement