(Source: ECI/ABP News/ABP Majha)
Junior Clerk Exam: જુનિયર કલાર્કની પરીક્ષા નિર્વઘ્ને શાંતિપૂ્ર્ણ મોહોલમાં પૂર્ણ, મેરિટ ઊંચુ જવાની શક્યતા
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વધ્ને પૂર્ણ થઇ ગઇ છે. કોણ ગરબડીના અહેવાલ નથી. પેપર ખૂબ જ સરળ હોવાથી પરીક્ષાર્થીનો મેરિટ ઊંચું જવાનો અનુમાન
Junior Clerk Exam:ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. રાજ્યના નવ લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. જ્યારે ત્રણ હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ..તમામ કેન્દ્રોના ક્લાસરૂમ CCTVથી સજ્જ છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એસટી નિગમ તરફથી છ હજાર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવાઇ તેવી સધન વ્યવસ્થા કરવામાં આવી છે.
પરીક્ષાનો સમય સાડા બાર થી દોઢ વાગ્યાનો હોવાથી ઉમદવારોને પરીક્ષા કેન્દ્રોમાં પોણા બાર વાગ્યા સુધી જ પ્રવેશ મળી શકશે. ત્યારબાદ પ્રવેશ આપવામાં નહિ આવે...કેન્દ્રોમાં પરીક્ષાલક્ષી સાહિત્ય લઇ જવા પર પ્રતિબંધ સહિતની સૂચના પરીક્ષાર્થીઓને આપવામાં આવી છેય જો પરીક્ષાખંડમાં પરીક્ષાર્થી પાસેથી મોબાઈલ કે સ્માર્ટવોચ મળશે તો જપ્ત કરવામાં અને પછી પરત ન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં યોજાતી મોટાભાગની પરીક્ષામાં પેપર લીક સહિતની અનેર ગેરરિતીના મામલે સામે આવે છે જેથી આજે યોજનાર પરીક્ષા સુચારૂ રીતે અને પારદર્શતી સાથે યોજાઇ માટે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળના ચેયરમેન હસમુખ પટેલે પેપરલીકના કોભાંડ આચરતા શખ્શોને ખુલ્લી ચીમકી આપી છે. તેમણે મીડિયા દ્રારા ગેરરીતિ કરતા શખ્સોને સંદેશ આપ્યો છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે કે કરવાનો પ્રયાસ પણ કરશે તો તેને બક્ષવામાં નહીં આવે..પેપરલીક બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે પણ આ પરીક્ષાથી લાગુ થશે..