શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાનો કહેરઃ આજે વધુ 94 કેસ આવ્યા સામે, વધુ 5 લોકોના મોત
ગુજરાતમાં જે 2272 કેસ જેમાંથી 13 વેન્ટિલેટર પર છે જ્યારે 2020 સ્ટેબલ છે. જ્યારે કુલ 144 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 94 કેસ સામે આવ્યા છે. જ્યારે આજે વધુ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. સારા સમાચાર એ છે કે વધુ 5 લોકો સારવાર લઈને ઠીક થયા બાદ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કોરના સંક્રમિત દર્દીની સંખ્યા 2272એ પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
આજે જે નવા 94 કેસ આવ્યા છે તેમાંથી 61 કેસ અમદાવાદમાં, બોટાદમાં 2, રાજકોટમાં 1, સુરતમાં 17, વડોદરામાં 8 અને અરવલ્લીમાં 5 કેસ સામે આવ્યા છે.
આજે જે 5 લોકોના મોત થયા છે તેમાં 4 પુરુષ અમદાવાદમાં અને વલસાડમાં 1 પુરુષનું મોત થયું છે. જ્યારે જે 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં અમદાવદમાં ત્રણ પુરુષ અને એક સ્ત્રી એમ ચાર લોકો અને ભરૂચમાં એક પુરુષને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં જે 2272 કેસ જેમાંથી 13 વેન્ટિલેટર પર છે જ્યારે 2020 સ્ટેબલ છે. જ્યારે કુલ 144 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 2516 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 206 પોઝિટિવ, 2310 નેગેટિવ આવ્યા છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 38059 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 2272 પોઝિટિવ આવ્યા છે જ્યારે 35787 નેગેટિવ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement