Kutch: રાપરમાં 70 વર્ષના વૃદ્ધાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 45 વર્ષે પારણું બંધાતા આખા સમાજમાં ખુશી
અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં ખુશીની લાગણી ફરી વળી છે. ટેસ્ટ ટ્યુબથી 70 વર્ષના બાએ બાળકને જન્મ આપ્યો છે.
![Kutch: રાપરમાં 70 વર્ષના વૃદ્ધાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 45 વર્ષે પારણું બંધાતા આખા સમાજમાં ખુશી A 70 year old woman born baby thru test-tube baby in Kutch Kutch: રાપરમાં 70 વર્ષના વૃદ્ધાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 45 વર્ષે પારણું બંધાતા આખા સમાજમાં ખુશી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/15/13806d41d88e4996f5e02658477e50ec_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કચ્છઃ પૂર્વ કચ્છના રાપર તાલુકાના મોરા ગામે 70 વર્ષના વૃદ્ધાને ત્યાં લગ્નના 45 વર્ષ પછી પારણું બંધાતા આખા ગામ અને સમાજમાં ખુશીની લાગણી ફરી વળી છે. 70 વર્ષના રબારી વૃદ્ધાએ બાળકને જન્મ આપ્યો છે. કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના બુજર્ગ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં ખુશીની લાગણી ફરી વળી છે. ટેસ્ટ ટ્યુબથી 70 વર્ષના બાએ બાળકને જન્મ આપ્યો છે.
ડો. નરેશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, અહીં જે દંપતી આવ્યું છે એ બહુ મોટી ઉંમરના છે. જેમને સંતાનની કોઈ આશા નહોતી. પહેલા અમે તેમને આ ઉંમરે બાળક નહીં થાય તેમ કહ્યું હતું. પરંતુ એ લોકોને ભગવાન અને ડોક્ટર ઉપર ખૂબ ભરોસો હતો. તેમણે કહ્યું કે, અમારા પરિવારમાં અન્ય લોકોને મોટી ઉંમરે રિઝલ્ટ મળ્યું છે. તમે તમારા પ્રયત્નો કરો, પછી અમારું નશીબ. તેમને ટેસ્ટટ્યુબ બેબીથી બાળકનો જન્મ થયો છે. દંપતી ખૂબ જ ખુશ છે અને અમે પણ ખૂબ ખુશ છીએ. એ લોકો અમારી પાસે ખૂબ આશા લઈને આવ્યા હતા. તેમની આશા સફળ નીવડી છે.
Gujarat Corona Cases: તહેવારોમાં છૂટ ભારે પડી, પોણા ત્રણ મહિના બાદ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ
અમદાવાદઃ લોકડાઉનમાંથી મળેલી રાહત, કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં ધરાર બેદરકારીને પગલે ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. તહેવારોની ઉજવણીમાં લોકો બેદરકાર બન્યા હોય તેની અસર હવે જોવા મળી રહી છે. ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૩૪ નવા કેસ નોંધાયા છે. જે ૨૩ જુલાઇ એટલે કે ૮૩ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસ છે.
સુરતમાં ફરી ચિંતાનો માહોલ
છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૫-ગ્રામ્યમાંથી ૪ સાથે ૯, અમદાવાદ-વલસાડમાંથી ૭, વડોદરામાંથી ૩, જુનાગઢ-કચ્છ-નર્મદામાંથી ૨ જ્યારે મહેસાણા-નવસારીમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૨૪૪ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૬ છે. સળંગ પાંચમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી ૮,૧૫,૯૪૩ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રિક્વરી રેટ ૯૮.૭૫% છે.
એક્ટિવ કેસ ફરી 200ને પાર
૧૦ ઓગસ્ટ એટલે કે ૬૫ દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ફરી ૨૦૦ને પાર થયો છે. રાજ્યમાં હાલ ૨૧૫ એક્ટિવ કેસ છે અને પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. ૫ ઓક્ટોબરના ૧૮૦ એક્ટિવ કેસ હતા. આમ, ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૨૦%નો વધારો નોંધાયો છે. સુરત ૫૬, વલસાડ ૪૯, અમદાવાદ ૪૫, વડોદરા ૧૮ અને નવસારી ૧૪ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે.
કેટલા લોકોને અપાઈ રસી
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 16 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 3229 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 20778 નાગરિકોને રસીનો પ્રથમ અને 72060 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 65745 નાગરિકોને રસીનો પ્રથમ અને 171602 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,33,430 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,63,31,478 રસીના ડોઝ અપાયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)