શોધખોળ કરો
Advertisement
ખંભાતમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, પોલીસ ફાયરિંગમાં એકનું મોત
પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો હતો અને સાત મકાનોમાં આગ ચાંપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ખંભાતઃ ખંભાતના અકબરપુરામાં થયેલી જૂથ અથડામણમાં એકનું મોત થયું હતું. ટોળાને વિખેરવા માટે પોલીસે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એલસીબી પીઆઇ વિરાણી દ્વારા 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં વિનોદ ચાવડા નામના એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મળતી જાણકારી અનુસાર, ઉત્તરાયણના સમયે બે જૂથ વચ્ચે પતંગ ચગાવવા બાબતે ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને કેટલાક તત્ત્વોની ઉશ્કેરણીથી બે જૂથ સામસામે આવી ગયા હતા અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો હતો અને સાત મકાનોમાં આગ ચાંપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ હાજર હોવા છતાં પણ તોફાની તત્વોએ એકબીજાના ઘર પર પથ્થરમારો ચાલું રાખ્યો હતો. એલસીબી, SOG અને DYSP અને DSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં સ્થિતિ કાબૂમાં હોવાનો પોલીસે દાવો કર્યો હતો. પોલીસે તોફાની તત્વોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement