શોધખોળ કરો

Dahod: દાહોદમાં મિત્રો સાથે ફરવા ગયેલો 10મા ધોરણનો વિદ્યાર્થી ડેમમાં ડૂબ્યો, ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે

દાહોદ: લીમડી નજીક ડેમમાં રણીયાર ગામ પાસે ડેમમાં વિદ્યાર્થી ડુબ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ વિદ્યાર્થી દોસ્તો સાથે ડેમ પાસે ફરવા ગયો હતો. આ વિદ્યાર્થી ઝાલોદ તાલુકાના વગેલા ગામનો રહેવાસી છે.

દાહોદ: લીમડી નજીક ડેમમાં રણીયાર ગામ પાસે ડેમમાં વિદ્યાર્થી ડુબ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ વિદ્યાર્થી દોસ્તો સાથે ડેમ પાસે ફરવા ગયો હતો. આ વિદ્યાર્થી ઝાલોદ તાલુકાના વગેલા ગામનો રહેવાસી છે. ધો-10 મા અભ્યાસ કરતો વિદ્યાર્થી ડેમમાં ડુબી જતા અરેરાટી મચી ગઈ છે.  ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે. કિશોર ડૂબવાને લઈને પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને મળશે મોટી ભેટ

રાજકોટ:  સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને સરકાર તરફથી વધુ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. હીરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું એપ્રિલ મહિનામાં લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી આ એરપોર્ટનું લોકાર્પણ કરશે. તમને જણાવી દઈએ કે, આ એરપોર્ટનું 97 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.  નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે સમીક્ષા કરી હતી. 1 ફેબ્રુઆરીના કેલીબેશન ફ્લાઇટ રન-વે પર ઉતારી ટેસ્ટિંગ કરવામાં આવશે. ફ્લાઇટ ટેસ્ટિંગ બાદ મોટી ફ્લાઇટ ઉતારવામાં આવશે. ટર્મિનલ 1 બની ગયું છે, ટર્મિનલ 2નું કામ ચાલું છે. DGCI દ્વારા 15 દિવસમાં તમામ NOC આપી દેવામાં આવ્યા બાદ લોકાર્પણની તૈયારી કરવામાં આવશે. રાજીવ બંસલે અધિકારીઓને લોકાર્પણ ક્યારે અને કેમ કરવું તેની આછેરી ઝલક આપી હોવાનું સામે આવ્યું છે.

વ્યાજખોરોના ત્રાસથી બચાવવા સુરત પોલીસની અનોખી પહેલ

સુરત:  શહેર પોલીસ દ્વારા ઉંચા વ્યાજે રુપિયા લેતા લોકોને વ્યાજખોરોથી બચાવવા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. સુરત પોલીસ 100 નંબર પર ફોન કરનારને ઓછા વ્યાજથી લોકોને લોન મળે તેવી માહિતી આપશે. વ્યાજખોરોની ચુંગાલમાં લોકો ન ફસાય તેના માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ થકી લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવાનો અભિગમ સરકાર દ્વારા દાખવવામાં આવ્યો છે. સરકારની આ ઝુંબેશમાં સુરત શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે

સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં 160થી વધુ વ્યાજખોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 160થી વધુ ફરિયાદમાં પોલીસે 255થી વધુ લોકોની ધરપકડ કરી છે. શહેર પોલીસે લોકોને વ્યાજના ખપ્પરમાં છોડાવવા માટે કાર્યવાહી કરી છે. સુરત શહેરમાં કેટલાક એવા વ્યાજખોર છે કે, જે લોકોને ઊંચા વ્યાજે રકમ આપતા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી થકીથી વ્યાજખોરો ફફડાટ ફેલાયો હતો..પોલીસ દ્વારા કેટલાક કિસ્સામાં સૂઓમોટો લઈને ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. 

 100 નંબર ઉપર કોલ કરવાનો રહેશે

પોલીસે વ્યાજખોર દ્વારા કેટલાક લોકોની મિલકતો પણ ખોટી રીતે વ્યાજના નામે પચાવી પાડવામાં આવી હતી. જે મિલકતો પણ પોલીસ દ્વારા વ્યાજખોરો પાસેથી છોડાવી લોકોને પરત કરાવી છે. વ્યાજખોર સામે પોલીસની કડક કાર્યવાહીની કારણે વ્યાજખોર પોતાની લીલા સંકેલી લીધી છે. વ્યાજખોર દ્વારા વ્યાજનો ધંધો બંધ કરી દેવાતા લોકોને હવે મુશ્કેલી પડી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા લોકો ફરી વ્યાજના ચક્કરમાં ના ફસાય તે માટે નવો અભિગમ અપનાવામાં આવ્યો છે. શહેર પોલીસ હવે લોકોને બેંકમાંથી લોન અપાવવાનું કામ કરશે. લોકોને લોન માટેની સમજણ હવે પોલીસ આપશે. જે કોઈ વ્યક્તિને લોનની જરૂર હોય તેમને 100 નંબર ઉપર કોલ કરવાનો રહેશે.
 
13 જેટલી સ્કીમોની માહિતી લોકોને આપવામાં આવશે

કોલ કર્યા પછી પોલીસ જે તે વ્યક્તિની માહિતીની નોંધ કરશે. નોંધ કર્યા પછી પોલીસ આ માહિતી બેંકના કર્મચારીને આપશે. બેંક જે તે વ્યક્તિની ખરાઈ કરીને લોન આપશે. સુરત શહેર પોલીસ દ્વારા બેંકોમાં ચાલતી 13 જેટલી સ્કીમોની માહિતી લોકોને આપવામાં આવશે અને તે અંતર્ગત લોકોને લોન અપાવવામાં આવશે. પોલીસે તમામ કો ઓપરેટિવ તેમાં નેશનલાઈઝડ બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી લોન અપાવવા માટેની તૈયારીઓ કરાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget