શોધખોળ કરો

Dahod: સુરત બાદ દાહોદમાં શ્વાને કર્યો બાળક પર હુમલો, માથાના ભાગે ઈજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

દાહોદ: રાજ્યમાં રખડતા ઢોરની સાથે સાથે હવે રખડતા સ્વાનનો આતંક પણ સામે આવી રહ્યો છે. આજે સુરતમાં એક બાળકી પર સ્વાને હુમ કર્યો હતો. જે બાદ દાહોદમાં પણ આવી જ ઘટના સામે આવી છે.  

દાહોદ: રાજ્યમાં રખડતા ઢોરની સાથે સાથે હવે રખડતા સ્વાનનો આતંક પણ સામે આવી રહ્યો છે. આજે સુરતમાં એક બાળકી પર સ્વાને હુમ કર્યો હતો. જે બાદ દાહોદમાં પણ આવી જ ઘટના સામે આવી છે.  અહીં સ્વાને બાળકના માથાના ભાગે બચકુ ભરતા બાળક ઘાયલ થયો હતો. ફતેપુરાના ડુંગરા ગામમાં આ ઘટના બની હતી. બાળકો  ખેતરમાં પતંગ ઉડાવતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ઘાયલ બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. 

 રખડતા શ્વાનનો આતંક, બાળકીને ગાલ પર ભર્યું બચકું

સુરતના ફૂલપાડા અશ્વિનીકુમાર વિસ્તારની હંસ સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. હંસ સોસાયટીમાં રખડતા શ્વાને એક નાની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને ગાલના ભાગે શ્વાને બચકુ ભરી લીધું હતું. શ્વાનના આતંકની આ ઘટના ત્યાં નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. શ્વાનના હુમલાની ઘટના બનતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આતંક મચાવનારા શ્વાનને પકડવા મનપાને રજૂઆત કરી હતી. મહાપાલિકાની ટીમે શ્વાન અન્ય કોઈ પર હુમલો કરે તે પહેલા જ તેને ઝડપી લીધો હતો. જેને લઈ આ વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.

સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પોલીસને જોતા જ રૂપલલનાઓ....

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે સ્પામાં ચાલતાં કુટણખાના પર દરોડા પાડ્યા હતા. બોમ્બે માર્કેટ પાસે આવેલી તાપ્તિ ગંગા માર્કેટમાં સ્પાના નામે ગોરખધંધા થતા હોવાની મળેલી બાતમી બાદ પોલીસે રેઇડ કરી હતી. જેમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી 5 લલનાઓ પકડાઈ હતી. આ ઉપરાંત 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 17650 અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા.

15 દિવસ પહેલા પણ સુરતમાંથી ઝડપાયું હતું કૂટણખાનું

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર 22 ડિસેમ્બર,2022 ના રોજ રેડની કામગીરી કરી હતી.  રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget