(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha: બનાસકાંઠામાં શાળાની દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત
બનાસકાંઠા: કાંકરેજના અણદપુરામાં શ્રમિકનું મોત નીપજ્યું છે. અણદપુરામાં ડેમેજ શાળાની દીવાલને નીચે ઉતારતા સમયે આ દુર્ઘટના ઘટી હતી. દિવાલ તોડતા સમયે સાઈડની દિવાલ ધરાસાયી થતા શ્રમિક દટાયો હતો.
બનાસકાંઠા: કાંકરેજના અણદપુરામાં શ્રમિકનું મોત નીપજ્યું છે. અણદપુરામાં ડેમેજ શાળાની દીવાલને નીચે ઉતારતા સમયે આ દુર્ઘટના ઘટી હતી. દિવાલ તોડતા સમયે સાઈડની દિવાલ ધરાસાયી થતા શ્રમિક દટાયો હતો. 108 દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડાય તે પહેલા જ તેનું મોત નીપજયું હતું. રાજસ્થાનથી મજૂરી અર્થે આવેલા મુકેશ મહિડા નામના વ્યક્તિનું દુર્ઘટનામાં મોત નીપજ્યું. શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડાઇ છે.
કેનેડાથી અમેરિકા ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કરતા વિજાપુરના ત્રણ સહિત 8નાં બોટ પલટી જતાં કરૂણ મોત
અમેરિકા જવાથી ઘેલછામાં ફરી એકવાર 8 લોકોએ જીવ ગુમાવ્યાં છે.. ગેરકાયદે ઘુસવાના પ્રયાસમાં 8 લોકો મોતને ભેટ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસવાના પ્રયાસમાં મહેસાણાના મણિપુરના ચૌધરી પરિવારના 3 લોકોના મોત થયા છે આ સાથે અન્ય 5નાં પણ મોત થયા છે. મૃતકોમાં ત્રણ લોકો મહેસાણાના મણિપુરના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. તમામ લોકો ગેરકાયદે સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પર જતાં હતા આ સમયે ક્યુબેક વિસ્તારમાં બોટ પલટી ગઇ હતી. ક્યુબેકમાં હોળી પલટતાં બોટમાં સવાર આઠેય લોકોના મોત થયા છે. વીજાપુરનો ચૌધરી પરિવાર ટુરિસ્ટ વિઝા પર કેનેડા ફરવા ગયો હોવાની માહિતી મળી છે. મણિપુરના રહેવાસી ચૌધરી પરિવારના મોતના સમાચારથી સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે. ત્રણેય માંથી હજુ દક્ષાબેનનો મૃતદેહ નથી મળ્યો. પરિવાર મૃતદેહ ઝડપથી પરિવારને મળે માટે સરકારને અપીલ કરી રહ્યાં છે.
મૃતકના નામ
- 50 વર્ષીય પ્રવીણભાઈ ચૌધરી
- 24 વર્ષીય દક્ષા બેન ચૌધરી
- 20 વર્ષીય મીતકુમાર ચૌધરી
કેનડાના પીએમ જસ્ટીન ટ્રૂડોએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ તપાસાન આદેશ આપ્યાં છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નકલી દસ્તાવેજ સાથે મુંબઇના એજેન્ટ પ્રતિ વ્યક્તિ 70 લાખ રૂપિયા લઇને આ રીતે અમેરિકા ગેરકાયદે પ્રવેશ કરાવી દેવાનો વાયદો કરે છે. આ રીતે અગાઉ પણ અમેરિકા જવાની ઘેલછામાં મેક્સિકોની બોર્ડર પર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભાજપના યુવા મોરચાના કાર્યકરે આપઘાત કરતાં ચકચાર