(Source: ECI/ABP News/ABP Majha)
આચાર્ય એચ ટાટના કેટલાક પ્રશ્નોને ઉકેલવા બેઠક, કેટલાક ખાસ નિયમો ઘડવા પર સધાઇ સહમિત
2012થી એચ.ટાટ મુખ્ય શિક્ષકોના નવા નિયમો બનાવવા અને વધમાં ગયેલા શિક્ષકોને પરત લાવવા સહિતના પડતર પ્રશ્નો આજદિન સુધી વણઉકેલ્યા હતા.
ગાંધીનગર:એચ ટાટ મુખ્ય શિક્ષકોના નિયમો બનાવવાની કવાયત તેજ થઈ ચૂકી છે... શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો, શિક્ષણ મંત્રી, પ્રાથમિક શિક્ષક નિયામક અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે આ જ મુદ્દે બે કલાક બેઠક ચાલી... આ બેઠકમાં સંપૂર્ણ ઠરાવનો અભ્યાસ., વિશ્લેષણ અને ચર્ચા કરાઈ છે... સાથે જ સંઘ તરફથી કેટલાક સૂચનો પણ અપાયા છે અને સૂચનોના અમલની સાથે ઠરાવ બહાર પાડવાની સહમતિ પણ અપાયાની જાણકારી મળી છે... ટુંક સમયમાં જ એચ.ટાટ મુદ્દે ઠરાવ બહાર પડાશે અને બાદમાં બદલીના કેમ્પની પણ શક્યતા છે... એચ.ટાટના નિયમો ફાઈનલ કરવાની આ છેલ્લી બેઠક હતી. નોંધનિય છે કે, 2012થી એચ.ટાટ મુખ્ય શિક્ષકોના નવા નિયમો બનાવવા અને વધમાં ગયેલા શિક્ષકોને પરત લાવવા સહિતના પડતર પ્રશ્નો આજદિન સુધી વણઉકેલ્યા હતા.
આ પણ વાંચો
Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન
પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને જલ્દી અમને સોંપો - ભારત સરકારની પાકિસ્તાન પાસે માંગ