શોધખોળ કરો

Gujarat Election 2022: 8 ડિસેમ્બરના રોજ પેપર નહીં પણ ફટાકડા ફૂટશે: ભગવંત માન

Gujarat Assembly Election 2022: દાહોદ જિલ્લાની 3 વિધાનસભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રોડ શોનો કાર્યક્રમ યોજાયો હતો. દાહોદની 3 વિધાનસભા સીટ પર રોડ શોનું આયોજન કરાયું હતું.

Gujarat Assembly Election 2022: દાહોદ જિલ્લાની 3 વિધાનસભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રોડ શોનો કાર્યક્રમ યોજાયો હતો.  વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચારના ગણતરીના કલાકો બાકી છે ત્યારે દાહોદ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પધાર્યા હતા. ભગવંત માન દ્વારા  દાહોદની 3 વિધાનસભા સીટ પર રોડ શોનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ગઢ  ગણાતા ગરબાડા, ઝાલોદ અને દાહોદ ખાતે રોડ શો યોજાયો હતો. 

દાહોદના ગાંધી ચોક નગર પાલિકા ખાતે ભગવંત માન પહોંચ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં ઝંડો લઈ જોવા મળ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી દ્વારા લોકોને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા અપીલ કરી હતી. સાથે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. 27 વર્ષના રાજથી લોકો હવે પરિવર્તન માંગે છે, તેમ કહી સાથે 8 ડિસેમ્બરના રોજ પેપર નહીં પણ ફટાકડા ફૂટશે તેવી પણ તેઓએ કટાક્ષ કરી હતી. સાથે બેરોજગારી મોંઘવારી સહિતના મુદ્દાઓ પણ તેઓ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો હતો.

દિલ્હી છોડીને ગુજરાતમાં ગલીએ ગલીએ વોટ માંગી રહ્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ જશે. પક્ષો-ઉમેદવારો આજે સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. બીજા તબક્કાના મતદાન પહેલા આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું, પહેલીવાર કમલમ ખાતે લોકોએ નારા લગાવવા પડ્યા. ડબલ એન્જિનની સરકાર વિશ્વાસ ખોઈ બેસી છે, અમને વિશ્વાસ છે કોંગ્રેસ જીત હાંસલ કરશે, લોકો પરિવર્તનનું મૂડ બનાવીને બેઠા છે. ભારતીય જનતા પાર્ટીની સભામાં ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે, દિલ્હી છોડીને ગુજરાતમાં  ગલીએ ગલીએ વોટ માંગી રહ્યા છે. પ્રથમ તબક્કામાં કોંગ્રેસ 65 બેઠક પર જીત મેળવશે.

આ ઉપરાંત રઘુ શર્માએ કહ્યું, પહેલા ચરણનું 1 ડિસેમ્બર ના રોજ મતદાન પૂર્ણ થયું. કોંગ્રેસને જે માહિતી મળી તે પ્રમાણે કોંગ્રેસની જીત થઈ રહી છે, આજે સાંજે 5 વાગે બીજા ચરણનો પ્રચાર બંધ થશે. આ ચૂંટણીને બરાબર મોનિટરીંગ રાહુલ ગાંધી કરી રહ્યાં હતા. દેશમાં વધેલી નફરત, મોંઘવારી, બેરોજગારી સહિત તમામ મુદ્દાને લઈને ભારત જોડો યાત્રા કરવામાં આવી હતી.યાત્રામાં જોડાઈ રહેલા લાખો લોકો સબૂત છે કે લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. બુથ મેનેજમેન્ટ ઉપર અમે ફોકસ કર્યું, ગુજરાતમાં પાર્ટીના જેટલા નેતા, કાર્યકર્તા, સંગઠન છે તે બધાએ છ મહિનાથી સરકાર વિરુદ્ધના મુદ્દા ઉઠાવવાનું શરૂ કર્યું, પાર્ટીના અનુશાસનને જાળવીને કામ કર્યું.

ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ ખરાબ છે, લોકોમાં આક્રોશ છે. ગૌરવ યાત્રાનો 10 દિવસનો સમય હતો., સાત દિવસમાં પૂરી કરવી પડી, લોકો જોડાયા નહી. બીજી તરફ પરિવર્તન યાત્રા કોંગ્રેસે શરૂ કરી અને લોકોએ સાથ સહકાર આપ્યો. રાહુલ ગાંધીએ વચન આપ્યા તે 11 વચનના તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટીએ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો. મીડિયા મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, બધામાં કોંગ્રેસ એ જબરદસ્ત કાર્ય કર્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget