શોધખોળ કરો

Chotaudepur: છોટાઉદેપુરમાં મોટા ભાઈના ખોળામાં રમી રહેલા બે વર્ષના બાળકને ઉપાડી ગયો દીપડો, જંગલમાંથી મળ્યો મૃતદેહ

છોટાઉદેપુર: બોડેલી તાલુકાના મુલધરની સીમમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું છે. કેળના ખેતરમાં પોતાના પરિવાર સાથે બેઠા હતા તે દરમિયાન દીપડાએ અચાનક હુમલો કર્યો હતો.

છોટાઉદેપુર: બોડેલી તાલુકાના મુલધરની સીમમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું છે. કેળના ખેતરમાં પોતાના પરિવાર સાથે બેઠા હતા તે દરમિયાન દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ખેતરમાં બે વર્ષનું બાળક તેના ભાઈ ખોળામાં રમતું હતું તે દરમિયાન અચાનક ભાઈના ખોળામાં રમી રહેલા બાળકને દીપડો ખેચીને લઈ ગયો. પરિવારના સભ્યોએ બુમા બૂમ કરતા ગામ લોકો દોડી આવ્યા અને બાળકને લઈ ગયેલ દીપડાની શોધખોળ આદરી હતી. ગામ લોકો લાકડીઓ સાથે ખેતરોમાં શોધખોળ કરતા દીપડો બાળકને છોડી ભાગી ગયો.

જોકે, ત્યા સુધીમાં સાહિલ નામનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેસતને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ખેતરોમાં જતા ડરી રહ્યા છે. આ માનવભક્ષી દીપડો વહેલી તકે પકડાઈ તેવી માગ લોકો કરી રહ્યા છે. 

ATS ને પેપર લીકની પહેલાં જ પડી ગઈ હતી ખબર

ATS Press Conference: જુનિયાર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર ગુજરાતના ઉમેદવારો અને તેમના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. લાખો લોકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ આરોપીઓને લઈને ગુજરાત એટીએસે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી છે. પેપર લીક મુદ્દે એટીએસ અધિકારી સુનીલ જોશીએ કહ્યું કે,  જે આરોપીઓ પકડાયા છે તે પહેલા પણ પકડાયેલ છે. અમે તેમના પર વોચ રાખી હતી. બાતમીનાં આધારે ટીમની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ અમારી ટીમ વડોદરા પહોંચી હતી અને સ્થળ ઉપરથી ૧૫ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અમે પેપરના ફોટોને લઈને તમામની ચકાસણી કરી હતી. ગુજરાતના લોકોને જીત નાયક દ્વારા પેપરની કોપી આપવામાં આવી હતી. જીત નાયકને હાલ અમદાવાદમાં લઇ આવવાની તૈયારી કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના રાજ બારોટ(અરવલ્લી), પ્રણય શર્મા(અમદાવાદ), હાર્દિક શર્મા(સાબરકાંઠા) અને નરેશ મોહંતી (સુરત) સહિતના લોકો આ કૌભાંડમાં સામેલ છે.

તો બીજી તરફ નાયકની તપાસમા સામે આવ્યું કે, હૈદરાબાદની પ્રેસમાં પેપર છપાતા હતા. જીત નાયકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના પણ બીજા આરોપી પકડાયા છે. કેતન અને ભાસ્કરની હાલ સુધીની ગુનાહિત માહિતી મળી છે. એક આરોપીની તપાસ માટે ટીમ ઓડિશા જવા રવાના કરાઇ છે. હાલમાં પેપરલીક આરોપી રાજ ઉર્ફે શિવમ બારોટના ઘરે પોલીસ પહોંચી છે. બાયડના ગાબટ રોડ પર આવેલા ફ્લેટ પર પૂછપરછ કરાઈ છે. બાયડના કેતન બાદ રાજ બારોટનું નામ પણ સામે આવ્યું છે. રાજ બારોટ આરોપી કેતન બારોટનો સાળો છે.  છેલ્લા ૧૫ દિવસથી સતત કેતન સાથે હતો રાજ બારોટ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની પુષ્ટિ કરી
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની પુષ્ટિ કરી
રાજયભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, શામળાજીથી બગદાણા ગુરુ આશ્રમ સુધી ભક્તોની ભીડ
રાજયભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, શામળાજીથી બગદાણા ગુરુ આશ્રમ સુધી ભક્તોની ભીડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
Embed widget