ધોધમાર વરસાદ ચાલુ હતો અને વર-કન્યાએ લીધા સાત ફેરા, લગ્નનો વીડિયો વાયરલ
મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે લગ્નનો વીડિયો વાયરલ થયો છે. ધોધમાર વરસાદમાં વરરાજા અને દુલ્હન લગ્નના મંડપમાં સાત ફેરા ફરતા જોવા મળે છે
મહીસાગર : બિપરજોય વાવાઝોડા બાદ તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યુ છે. બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પાલનપુરમાં છેલ્લા છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે લગ્નનો વીડિયો વાયરલ થયો છે.
ધોધમાર વરસાદમાં વરરાજા અને દુલ્હન લગ્નના મંડપમાં સાત ફેરા ફરતા જોવા મળે છે. આ લગ્નનો વીડિયો સામે આવ્યો છે જેમાં ધોધમાર વરસાદ વચ્ચે વરરાજા અને દુલ્હન સાત ફેરા ફરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રાજસ્થાનના સરહદીય વિસ્તારનો વિડીયો હોવાની પ્રાથમિક માહિતી છે. વરસાદમાં પલળતા-પલળતા વર-કન્યાએ સાત ફેરા લીધા હતા. ભારે પવન સાથે વરસાદમાં વર-કન્યાએ સાત ફેરા લીધા છે.
આગામી 24 કલાક આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું છે જે સાંજે ડિપ્રેશન બનશે. ગુજરાતમાંથી બિપરજોય વવાઝોડાની અસર ઓછી થશે. બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે
ગુજરાતમાં તેની અસર ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. જોકે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ વરસાદ રહેશે.
મહેસાણા કેટલાક વિસ્તારો ભારે પવન સાથે વરસાદ
બિપરજોઇ વાવાઝોડાના લઇને રાજયમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વિસનગર, મહેસાણા શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. બહુચરાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વિસનગરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે.
પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પર દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થી ગઠામણ પાટિયા વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી છે. સતત ભારે વરસાદ અને ભારે પવનથી જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી છે. આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વઘારી છે. 15 થી વધુ ગામડાઓને જોડતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.
બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ગયુ છે. પરંતુ તેની અસર ઓછી નથી થઇ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ અસર ઉત્તર ગુજરાતમાં વધુ રહેવાનું અનુમાન છે.