Kheda: ઉતરાયણના પહેલા જ ચાઈનીઝ દોરીએ લીધો યુવકનો ભોગ, રસ્તા પર ઉડ્યા લોહીના ફુવારા
ખેડા: ઉતરાયણને હજુ દોઢ મહિનાથી વધારે સમય બાકી છે ત્યાં તો ચાઈનીઝ દોરીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. માતરના સંધાણા ગામ નજીક હાઈવે નં 48 પર ચાઈનીઝ દોરીથી એક વ્યક્તિનુ ગળુ કપાયુ છે.
ખેડા: ઉતરાયણને હજુ દોઢ મહિનાથી વધારે સમય બાકી છે ત્યાં તો ચાઈનીઝ દોરીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. માતરના સંધાણા ગામ નજીક હાઈવે નં 48 પર ચાઈનીઝ દોરીથી એક વ્યક્તિનુ ગળુ કપાયુ છે. બાઈક પર જઈ રહેલ એક વ્યક્તિનુ ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.
પતિ પત્ની અને એક નાની બાળકી બાઈક પર જતા ચાઈનીઝ દોરી ગળામા ભરાઈ હતી. સાગર રઈજીભાઈ રાવળનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે પત્ની અને બાળકી ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ચાઈનીઝ દોરી ગળામાં વાગતા લોહીના ફુવારા ઉડ્યા હતા. હાઈવે પરની લોખંડની રેલિંગ પાંચ ફૂટ સુધી લોહીથી રંગાઈ ગઈ હતી. દંપત્તિ નડિયાદ પાસેના ડભાણ ગામનું રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નોંધનીય છે કે, સરકાર પણ દર વર્ષે ચાઈનિઝ દોરીને લઈને જાહેરનામું બહાર પાડે છે. તેમ છતા હજુ પણ ચોરી છૂપીથી અનેક જગ્યાએ આવી દોરીએ વેચાતી હોય છે. જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે.
નર્મદા જિલ્લામાંથી એક મોતીની છલાંગનો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક પ્રેમી પંખીડાએ પુલ પરથી પડતુ મુકીને મોતને વ્હાલુ કર્યુ છે, છેલ્લા કેટલાક સમયથી 19 વર્ષીય યુવક અને 18 વર્ષીય યુવતી એકબીજાના પ્રેમમાં હતા અને બન્ને સાથે જીવવા માંગતા હતા પરંતુ ઘરવાળાના ના ના કારણે બન્નેએ મોતનું વ્હાલુ કરી દીધુ છે. આ ઘટના જિલ્લાના ગરુડેશ્વરમાં ઘટી છે.
પ્રેમી પંખીડાએ મોતને વ્હાલુ કરી લીધુ
મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લામાં એક પ્રેમી પંખીડાએ મોતને વ્હાલુ કરી લીધુ છે. છેલ્લા કેટલાક સમયથી એકબીજાને પ્રેમ કરી રહેલા યુવક યુવતીએ સાથે મોતને વ્હાલુ કર્યુ છે. જિલ્લાના ગરુડેશ્વર નજીકના વઘરાલીનો 19 વર્ષીય યુવક અને કમોસબીયાની 18 વર્ષીય યુવતી એકબીજાને પ્રેમ કરી રહ્યાં હતાં, જોકે, બન્નેના ઘરવાળાઓ આ સંબંધથી નાખુશ હતા, જે પછી તેમને સાથે જીવન ટુંકાવવાનું નક્કી કર્યુ, બન્નેએ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પુલ પરથી નીચે પડતુ મુક્યુ હતુ, જોકે, આ પહેલા બન્ને એક વીડિયો પણ બનાવ્યો હતો. પુલ પરથી બન્ને નીચે પટકાયા અને બન્નેનું મૃત્યુ થયુ હતુ.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial