શોધખોળ કરો

દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોતાના કાર્યકર પર નોંધાયેલી ખોટી ફરિયાદ મામલે રજૂઆત કરવા ગયેલા ઈસુદાન ગઢવી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મામલો બિચકતાં પોલીસે તમામની 2 કલાક સુધી અટકાયત કરી લીધી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આપ નેતા ઈસુદાન ગઢવી સહિત 50 કાર્યકરોની અટકાયત.
  • કાર્યકર પર ખોટી રીતે લૂંટની કલમ લગાવાયાનો આરોપ.
  • પોલીસ સ્ટેશનમાં વીડિયો ઉતારવા બાબતે ઉગ્ર બોલાચાલી.
  • આપે સરકાર અને પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા.

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આજે ભારે હોબાળો મચી ગયો હતો. આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી મુજબ, ઈસુદાન ગઢવી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને આશરે 50 જેટલા કાર્યકરો સાથે પોતાના એક કાર્યકર પર નોંધાયેલી ફરિયાદ બાબતે રજૂઆત કરવા માટે ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચે કોઈક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી, જેના પગલે પોલીસે કાર્યવાહી કરતા ઈસુદાન ગઢવી સહિત 50 કાર્યકરોને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખીને તેમની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ સરકાર અને પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે.

શું હતો સમગ્ર વિવાદ? શા માટે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન?

આ સમગ્ર બબાલની શરૂઆત બિહારથી આવેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકર દીપક કુમાર સિંગ પર નોંધાયેલી ફરિયાદથી થઈ હતી. ઈસુદાન ગઢવીનો સીધો આરોપ છે કે દીપક કુમાર પર પોલીસે ખોટી રીતે લૂંટની કલમ લગાવી દીધી છે. આ બાબતનો વિરોધ કરવા અને યોગ્ય તપાસની માંગ સાથે તેઓ પોતાના 50 જેટલા સમર્થકો સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા હતા. ત્યાં પહોંચતા જ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવતા ઈસુદાન ગઢવી અને ખંભાળિયાના પીઆઈ વચ્ચે માથાકૂટ શરૂ થઈ ગઈ, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

વીડિયો ઉતારવા બાબતે થઈ બબાલ અને પોલીસ કાફલો દોડી આવ્યો

પોલીસ સ્ટેશનની અંદર જ્યારે આ માથાકૂટ ચાલી રહી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો પોતાના મોબાઈલ કેમેરાથી આ આખી ઘટનાનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. પોલીસે તેમને પોલીસ મથકમાં વીડિયો ઉતારવાની ના પાડીને અટકાવ્યા, જેથી કાર્યકરો વધુ રોષે ભરાયા અને પોલીસ સ્ટેશનમાં જ ભારે હોબાળો મચાવી દીધો. પરિસ્થિતિ હાથમાંથી સરકતી જોઈને તાત્કાલિક DYSP, LCB અને SOG સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહામહેનતે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

AAP ગુજરાતે સોશિયલ મીડિયા પર સરકારની ઝાટકણી કાઢી

આ સમગ્ર ઘટના બાદ 'આપ' ગુજરાતે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, "ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ કે ગુંડાઓની ફરિયાદો લેવાય કે ન લેવાય, પણ જો કોઈ સામાન્ય જનતા માટે રજૂઆત કરવા જાય તો તેની વાત સાંભળવામાં આવતી નથી." વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતભરમાં AAP ના નેતાઓ અને કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આજે જ્યારે ઈસુદાનભાઈ રજૂઆત કરવા ગયા તો તેમને સાંભળવાના બદલે પોલીસ દ્વારા તેમની જ અટકાયત કરી લેવામાં આવી.

Frequently Asked Questions

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં શા માટે હોબાળો મચી ગયો હતો?

આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી લેતા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઈસુદાન ગઢવી એક કાર્યકર પર નોંધાયેલી ફરિયાદ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ઈસુદાન ગઢવી અને કાર્યકરો પોલીસ સ્ટેશન શા માટે ગયા હતા?

એક બિહારી કાર્યકર દીપક કુમાર સિંગ પર ખોટી રીતે લૂંટની કલમ લગાવી દેવાઈ હોવાનો આરોપ હતો. આ બાબતનો વિરોધ કરવા અને યોગ્ય તપાસની માંગ સાથે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં વીડિયો ઉતારવા બાબતે શું થયું?

જ્યારે ઈસુદાન ગઢવી અને પોલીસ વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી, ત્યારે AAP ના કાર્યકરો વીડિયો ઉતારવા લાગ્યા. પોલીસે તેમને રોકતા કાર્યકરો વધુ રોષે ભરાયા અને હોબાળો મચાવી દીધો.

આ ઘટના બાદ AAP ગુજરાત દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી?

AAP ગુજરાતે સોશિયલ મીડિયા પર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સામાન્ય જનતા માટે રજૂઆત કરનારાઓની વાત સાંભળવામાં આવતી નથી અને AAP ના નેતાઓને ખોટા કેસોમાં ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget