ABP C Voter Survey: રાહુલ ગાંધીની તુલના સદ્દામ હુસૈન સાથે કરવી યોગ્ય કે ખોટુ ? સર્વેમાં ચોંકાવનારી પ્રતિક્રિયા સામે આવી
ગુજરાતની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના એકબીજા પર પ્રહારો પણ વધી રહ્યા છે. ચૂંટણીના આવા માહોલમાં સી-વોટરે abp ન્યૂઝ માટે સાપ્તાહિક સર્વે હાથ ધર્યો છે.
Gujarat Election ABP C-Voter Survey: ગુજરાતની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના એકબીજા પર પ્રહારો પણ વધી રહ્યા છે. ચૂંટણીના આવા માહોલમાં સી-વોટરે abp ન્યૂઝ માટે સાપ્તાહિક સર્વે હાથ ધર્યો છે. આજનો સાપ્તાહિક સર્વે છેલ્લો સાપ્તાહિક સર્વે છે કારણ કે પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ માટે 29મી નવેમ્બરે પ્રચારના પડધમ શાંત થઈ જશે.
આ સર્વેમાં 1 હજાર 889 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ સર્વે બુધવારથી શુક્રવાર દરમિયાન કરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. સી વોટરના સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીની તુલના સદ્દામ હુસૈન સાથે કરવી યોગ્ય છે કે ખોટું ? આ પ્રશ્નના પરિણામો ખૂબ જ ચોંકાવનારા આવ્યા છે. સર્વેમાં 36 ટકા લોકોએ કહ્યું કે રાહુલ ગાંધીની તુલના સદ્દામ હુસૈન સાથે કરવી યોગ્ય છે. જ્યારે 64 ટકા લોકો માને છે કે રાહુલ ગાંધીની તુલના સદ્દામ હુસૈન સાથે કરવી ખોટુ છે.
રાહુલ ગાંધીની સરખામણી સદ્દામ હુસૈન સાથે કરવી યોગ્ય કે ખોટુ ?
સ્ત્રોત- સી વોટર
યોગ્ય - 36%
ખોટુ - 64%
આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીને સદ્દામ હુસૈન કહ્યા હતા
ગુજરાતની ચૂંટણીમાં નેતાઓ પર અંગત નિવેદનો પણ કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અમદાવાદમાં એક જાહેર સભા દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પૂર્વ ઈરાકી સરમુખત્યાર "સદ્દામ હુસૈન" જેવા દેખાય છે. જો તેમણે સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ કે મહાત્મા ગાંધીની જેમ તેમનો દેખાવ બદલ્યો હોત તો સારું થાત. વાસ્તવમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન દાઢી રાખતા જોવા મળ્યા હતા. હિમંતા બિસ્વા સરમાના નિવેદનની કોંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી.
શું રાહુલ ગાંધીના પ્રચારથી ગુજરાતમાં માહોલ બદલાશે ? સર્વેમાં સામે આવ્યું સત્ય
સી-વોટરના સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું રાહુલ ગાંધીના પ્રચારથી ગુજરાતમાં માહોલ બદલાશે ? આ પ્રશ્નના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક રહ્યા છે. સર્વેમાં 41 ટકા લોકોએ કહ્યું કે રાહુલના પ્રચારથી ગુજરાતનો માહોલ બદલાશે. જ્યારે 59 ટકા લોકો માને છે કે રાહુલના પ્રચારથી ગુજરાતનો માહોલ બદલાશે નહીં.
નોંધ: સી-વોટરે આ સર્વે એબીપી સમાચાર માટે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી સમાચાર આ માટે જવાબદાર નથી.