શોધખોળ કરો

Dahod News: એક જ દિવસમાં 2 ASI લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ACB એ લાંચ લેતા ASI તેમજ પટાવાળા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બંનેને એસીબી કચેરી ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ACB Trap: લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં ઘણા લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. દાહોદમાં એક જ દિવસમાં બે એએસઆઈ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ચાકલીયા પોલીસ મથકના ASI પ્રભુભાઈ લાંચ લેતા રંગે રંગે હાથ ઝડપાયા  હતા. તેમણે ઝઘડા -તકરાર ની અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. તેમને  15 હજારની લાંચ લેતા દાહોદ એ.સી.બી એ ઝડપી પાડ્યા હતા. તેના થોડા કલાકો પહેલા દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતાં ASI લાંચ લેતા એસીબીની છટકામાં ઝડપાયા હતા. ASI નારાયણ સંગાડા રૂ.10,000 ની લાંચ લેતા ઝડપાયા હતા. ગ્રામ્ય પોલીસ મથકમાં કરેલી અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. ગાંધીનગર ACB એ લાંચ લેતા ASI તેમજ પટાવાળા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બંનેને દાહોદ એસીબી કચેરી ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા આણંદમાં પણ એસીબીએ સફળ ટ્રેપ કરી હતી. આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટેર નિલેશ ઠાકોર 1200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. જ્યારે અન્ય 1 આરોપીને શોધવા ACB કામે લાગી હતી. રેશનિંગ કાર્ડ પર સિક્કો લગાવી આપવાનું કહી રૂપિયા 1200ની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે કોમ્પ્યુટર ઓપરેટરે અન્ય મળતિયા સાથે કોન્ફરન્સ કોલમાં વાત કરાવી લાંચ માંગી હતી. આણંદ બોરસદ રોડ પરની ખાનગી દુકાન પાસે લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જ્યારે મળતિયા નિલેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડવા ACB કામે લાગી હતી.

અમદાવાદમાં સરદારનગર ડીવીઝન-8 ના હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી હોમગાર્ડ દશરથભાઇ અંબાલાલ ઠાકોર લાંચ લેતા ઝડપાયો હતો. સૈજપુર ટાવર પાસે SBI બેંક ના એ.ટી.એમ પાસે 2 હજાર રૂપિયાની લાંચ માંગતા તે રંગેહાથ ઝડપાયો હતો. હોમગાર્ડે અન્ન અને નાગરીક પુરવઠા નિયંત્રણની કચેરી નરોડા ઝોનમાં રેશન કાર્ડમાં નામ અલગ કરાવવા લાંચ માંગી હતી. આ કામના ફરીયાદીના એક જ રેશનકાર્ડ માં પોતાની પત્નિ તથા પોતાના પુત્ર તથા પુત્રની પત્નિ નું નામ ચાલતું હોઇ, પોતાના પુત્રનું રેશનકાર્ડ અલગ કરવા સારૂ ફરીયાદી અન્ન અને નાગરીક પુરવઠા નિયંત્રણ ની કચેરી નરોડા ઝોન, કુબેરનગર કચેરીએ ગયા હતા. જ્યાં આ કામના આક્ષેપિતને રૂબરૂમાં મળ્યા હતા અને તેમને રેશનકાર્ડ અલગ કરી આપવા પેટે રૂ.૨,૦૦૦ ની લાંચ માંગી હતી. તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમિયાન પંચની હાજરીમાં આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી પકડાયો હતો. આરોપીને ડિટેઇન કરી આગળન કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget