શોધખોળ કરો

ACCIDENT: હાલોલ -પાવાગઢ બાયપાસ પર અકસ્માત, 5 વર્ષના બાળક સહિત 3ના મોત

પંચમહાલ: હાલોલ -પાવાગઢ બાયપાસ પર ઈકો કારનો અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતની ઘટનામાં 5 વર્ષના બાળક સહીત ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

પંચમહાલ: હાલોલ -પાવાગઢ બાયપાસ પર ઈકો કારનો અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતની ઘટનામાં 5 વર્ષના બાળક સહીત ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અંકલેશ્વરથી પાવાગઢ દર્શન કરવા આવેલ પરિવાર જ્યાકે હાલોલ -પાવાગઢ બાયપાસ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાલકે ઇકો કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. 

5 વર્ષના બાળક અને મહિલા સહીત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ થતા હાલોલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. શંકા ઉપજાવે તેવી અક્સ્માતની ઘટના મામલે હાલ તો હાલોલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. 

બનાસકાંઠાની આ નદીમાંથી કાકા-ભત્રીજાની લાશ મળી આવતા ચકચાર
બનાસકાંઠા: કાંકરેજના ઉંબરીમાં નદીમાંથી કાકા અને ભત્રીજાની લાશ મળી આવી છે. ગઈકાલે 13 વર્ષીય ભત્રીજા ઘટાડ નરસિંહભાઈની લાશ મળી તો મોડી રાત્રે 33 વર્ષીય કાકા વાલ્મિકી રવજીભાઈની લાશ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિક તરવૈયાની બે દિવસ શોધખોળ બાદ લાશ મળી આવી છે. પાણીમાં લાંબો સમય રહેવાથી લાશ ફૂલી ગઈ હતી. હાલમાં બન્ને મૃતદેહોને પીએમ અર્થે શિહોરી ખાતે મોકવામાં આવ્યા છે.

ગઈ કાલે બે યુવકો નદીમાં ડૂબ્યા હતા

કાંકરેજના ઉંબરી બનાસ નદીમાં ગઈકાલે બે યુવકો ડૂબ્યા હતા. ઉંબરી ગામનાં વાલ્મિકી પરિવારના બે યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ ગઈકાલે મળી આવ્યો હતો. બનાસ નદીના પાણીના પ્રવાહમાં આ બે યુવાનો ડૂબ્યા હતા. બે દિવસમાં છ યુવાનો બનાસ નદીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે.

કોન્ટ્રાક્ટર ખુલ્લી તલવાર સાથે કારખાનામાં ઘુસી ગયો
Morbi : મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં હાલ એક મહિનાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આજે પીપળી રોડ પર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેક્ટરીનો કોન્ટ્રાકટર ખુલ્લી તલવાર લઈને કારખાનામાં ધસી ગયો હતો અને કારખાનાના ભાગીદારોને ધમકાવી કોન્ટ્રાકટ બાબતે ધાક ધમકીઓ આપી હતી. આ ઘટના બાબતે  નારાજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Embed widget