શોધખોળ કરો

Accident: નડિયાદ નજીક ટ્રક ટેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે મહિલાના મોત, પાંચ ઘાયલ

માહિતી પ્રમાણે, આજે ખેડાના નજીક નજીક આવેલા પીપળાતા પાસે એક ટ્રક ટેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,

Accident: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, મહેસાણા બાદ આજે ખેડામાં પણ ભયાનક અકસ્માત સર્જાયો છે. આજે ખેડા જિલ્લાના નડિયાદ નજીક એક ટ્રક ટેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બે મહિલાના મોત થઇ ગયા છે, અને પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

માહિતી પ્રમાણે, આજે ખેડાના નજીક નજીક આવેલા પીપળાતા પાસે એક ટ્રક ટેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, પીપળાતા હરસિધ્ધિ પાર્ટી પ્લૉટ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં બે મહિલાના મોત થયા હતા, અને અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, આમાં નાના બાળકો સહિત મોટા લોકો પણ સામેલ છે. હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 મારફતે નડિયાદની સિવિલ હૉસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

કહેવાઇ રહ્યું છે કે, ટ્રક ચાલક ડ્રાઇવર અકસ્માત દરમિયાન નશામાં ધૂત હતો અને આ કારણોસર અકસ્માતની ઘટનાને અંજામ મળ્યો હતો, જોકે, અકસ્માત બાદ ગામલોકોએ ટ્રક ડ્રાઇવરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

મહેસાણા-ઉંઝા હાઇવે પર ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને મારી ટક્કર, મહિલાનું મોત

મહેસાણાઃ મહેસાણાના ભાન્ડુ ગામના પાટીયા પાસે ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને ટક્કર મારી હતી. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના ભાન્ડુ ગામના પાટીયા પાસે ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું.  ઇકો કારની ટક્કરથી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા.

અકસ્માત બાદ મુસાફરો ભરેલી ઇકો કારને મુકીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. મહેસાણા જિલ્લામાં વાહન ચાલકો બેફામ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવાના સવાલો ઉઠી રહ્યા છે.

MP: મધ્યપ્રદેશમાં મોટી દૂર્ઘટના, પેસેન્જર ભરેલી બસ પૂલ પરથી નીચે ખાબકી, 15ના મોત, 25 લોકો ઘાયલ

Madhya Pradesh: મધ્યપ્રદેશમાં એક મોટી દૂર્ઘટના ઘટી છે, આજે સવારે એક બસને મોટો અકસ્માત નડ્યો છે, ખરેખરમાં ઘટના એવી છે કે, મધ્યપ્રદેશમાં એક બસ પૂલ પરથી નીચે ખાબકી જતા 15 લોકોના મોત થઇ ગયા છે, આ ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ થવાના પણ સામાચાર સામે આવ્યા છે. 

ઘટનાની માહિતી પ્રમાણે, આ ઘટના મધ્યપ્રદેશના ખરગૉન નજીક ઘટી છે, અહીં એક બસ પેસેન્જર લઇને જઇ રહી હતી, આ દરમિયાન ખરગોન નજીક એક પૂલ પરથી બસ અચાનક નીચે પડી ગઇ હતી. આ દરમિયાન બસમાં સવાર 15 લોકોના મોત થઇ ગયા હતા અને 25 લોકોને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના અંગે ખરગોન એસપી ધર્મવીર સિંહે માહિતી આપતા કહ્યું કે, અહીં હાલમાં એક મોટી ટ્રેજેડી થઇ છે, બસ અકસ્માતમાં 15 લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે, ઘાયલોને હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે, અને મૃતકો અને ઘાયલોને દૂર્ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Embed widget