Weather Update: 24 માર્ચ બાદ આકરી ગરમી સાથે આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલ કરી આગાહી
Weather Update:આજથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આકરી ગરમીની આગાહી કરી છે

Weather Update: હવામાન વિભાગના અનુમાન મુજબ 25 માર્ચ બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 24 માર્ચ બાદ આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યં છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 24 માર્ચ બાદ મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ આંબી શકે છે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ આકરો તાપ પડશે અને તાપમાનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 41થી 42 ડિગ્રીએ પારો પહોંચવાનું અનુમાન છે. ચાલુ વર્ષે અકળાવનારી ગરમી પડવાનું અંબાલાલનું અનુમાન છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં આકરી ગરમી રહેશે,7 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટાનું અનુમાન છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે.
હવામાન વિભાગની આકરી ગરમીની આગાહી કમોસમી વરસાદના નથી કોઇ એંધાણ
ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. ખાસ કરીને આજથી રાજકોટ સુરેન્દ્રનગર, ગાંધીનગર, પાટણમાં તાપમાનનો પારો એકથી બે ડીગ્રી ઉંચે જાય તેવી શક્યતા જોવાઇ રહી છે એટલે કે 37 ડિગ્રીને પાર તાપમાનનો પારો જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 23 માર્ચ બાદ એટલે કાલથી ગુજરાતમાં નોંઘનિય રીતે તાપમાનમાં વધારો થશે. ખાસ કરીને 23 માર્ચ બાદ સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, કચ્છના વિસ્તારોમાં તાપમાનનો વઘારો જોવા મળશે, આ વિસ્તારમાં તાપમાન 40ને આંબે તેવી પુરેપરી શક્યતા છે. 25 માર્ચ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40ને પાર જાય તેવી શકયતા છે. ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં તાપમાનો પારો 40ને પણ ક્રોસ કરે તેવી આગાહી છે.
હવે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો અહીં 22થી 24 દરમિયાન ભેજવાળા વાતાવરણ સાથે ગરમી પણ વધતી અનુભવાશે એટલે આ વિસ્તારોમાં અસહ્ય બફારાનો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર પશ્ચિમ તરફથી ફૂકાતા ગરમ પવનોના કારણે 25 માર્ચ બાદ ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થશે.......
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
