Gujarat Weather:ગુજરાતમાં આગામી 5 દિવસ આ જિલ્લામાં થશે વરસાદ, દરિયાઇ વિસ્તારમાં ભારે પવનની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.
Gujarat Weather:હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકાયું છે. હાલ પોરબંદરથી વાવાઝોડું 830 કિ.મી દુર છે. વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાને લીધે હવાની દિશા સતત બદલાઈ રહી છે. 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યુ છે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જણાય. જો કે બે દિવસ બાદ ગરમીમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. 2 દિવસ બાદ 30થી 40 કિ.મીની ગતિથી પવન ફુંકાશે. વાવાઝોડા મુદ્દે સ્પષ્ટતા કરતા હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ વાવાઝોડું ગુજરાત તરફ આવવાની શક્યતા નહિવત છે.
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ક્યારથી શરૂ થશે ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Monsoon: ચાલુ વર્ષે અઠવાડિયાના વિલંબ બાદ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ છે. જે બાદ રાજ્યમાં ખેડૂતો સહિત તમામ લોકોની નજર ગુજરાતમાં એન્ટ્રી પર છે. આ દરમિયાન આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. 21 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે અને આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે.
બિપરજોય વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
અંબાલાલે બિપરજોય વાવાઝોડાને લઈ કહ્યું, 9 જૂનથી વાવાઝોડું ફંટાશે પણ આંધી આવશે. રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થશે, દરિયો તોફાની થશે, દરિયામાં ભારે કરંટ જોવા મળશે. જેના કારણે ઉચા મોજા ઉછળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે વરસાદ થશે. અંબાલાલના અનુમાન પ્રમાણે બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતમાં 13 તારીખ સુધી રહેશે. માત્ર દરિયા કિનારે જ નહિ પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતના અંદરના ભાગમાં પણ ભારે પવન અને વરસાદ રહેશે.
આજે દેશમાં ક્યાં પડી શકે છે વરસાદ
કેરળ, લક્ષદ્વીપ, ઉત્તરાખંડ, મણિપુર, મિઝોરમ અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટક, આંદામાન-નિકોબાર, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, યાનમ, તેલંગાણા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને વીજળીનો અંદાજ છે.