શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતના આ 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. આજે ક્યાં જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસશે, જાણીએ અપડેટ્સ

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ વધુ મજબૂત બનતા ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સક્રિય બન્યું છે. આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી આગામી 3થી4 દિવસ હજુ પણ ભારે વરસાદનું અનુમાન છે.

આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

સમગ્ર રાજ્યને આજે પણ મેઘરાજા ઘમરોળશે.  હવામાન વિભાગે સાત જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. અતિ ભારે વરસાદના અનુમાનને જોતા  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો બાકીના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે   આગાહી વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. .. તો ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર,દ્વારકા, જામનગર, રાજકોટ,બોટાદ, સુરેન્દ્રનગર,મોરબી, અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ, વલસાડમાં આજે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. તો નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ  જાહેર કર્યુ છે.

મધ્ય ગુજરાતને પણ આજે મેઘરાજા મનમૂકીને ઘમરોળશે. આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલમાં આજે મન મુકીને વરસી શકે છે મેઘરાજા. તો છોટા ઉદેપુર અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,અરવલ્લીમાં અતિભારે વરસાદનું અનુમાન છે.

સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો દીવમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં આખી રાત વરસ્યો ધોધમાર વરસાદ

અમદાવાદમાં પણ ગત આખી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો,  સરેરાશ ચાર ઈંચ વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળમગ્ન બની ગયા છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની  ફરિયાદો ઉઠી છે.  રાતભર ભારે પવનની સાથે  અમદાવાદમાં  વરસાદ વરસ્યો છે. અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો તો વરસાદને લઇને આજે  આજે પણ અમદાવાદમાં  ઓરેન્જ એલર્ટ  આપવાં આવ્યું છે.

ધોધમાર વરસાદથી અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.  રોડ-રસ્તાઓ અને લોકો ઘરોમાં વરસાદી પાણી ધુસી ગયા છે.  રસ્તા પર પાર્ક કરેલા વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે.આખી રાત વરસેલા વરસાદથી અમદાવાદના નારણપુરા વિસ્તાર થયો જળબંબાકાર.. ધોધમાર વરસાદને પગલે રોડ પર ભરાયા ઘુંટણસમા પાણી.. રોડ પર પાણી ભરાતા અનેક વાહનો પડ્યા બંધ

રાજ્યના ડેમની શું છે સ્થિતિ

ધોધમાર વરસાદને પગલે રાજ્યના 59 જળાશયો સંપૂર્ણ ભરાય છે. કચ્છ સૌરાષ્ટ્રના 45 જળાશયો હાઉસ ફુલ છે  તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના પાંચ જળાશયો  છલોછલ થયા છે. ઉપરવાસથી પાણીની ભરપૂર આવક અને રાજ્યમાં વરસેલા વરસાદથી 97  જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 72 જળાશયો હાઈએલર્ટ પર છે., તો 80થી 90 ટકા ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 10 જળાશયો વોર્નિંગ પર છે.

આ પણ વાંચો

ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે રાજ્યનાં 9 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, રેડ એલર્ટ જાહેર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Delhi Liquor Policy Case: ફરી સંકટ મોચક બન્યા અભિષેક મનુ સિંઘવી! જાણો કેજરીવાલના જામીન કેસમાં CBI પર કેવી રીતે ભારે પડ્યા
Delhi Liquor Policy Case: ફરી સંકટ મોચક બન્યા અભિષેક મનુ સિંઘવી! જાણો કેજરીવાલના જામીન કેસમાં CBI પર કેવી રીતે ભારે પડ્યા
Embed widget