શોધખોળ કરો
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે રાજ્યનાં 9 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Rain Forecast: હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે.
1/6

Gujarat Weather: આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 82 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે વિસ્તૃત આગાહી જાહેર કરી છે:
2/6

26 ઓગસ્ટે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
3/6

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
4/6

27 ઓગસ્ટે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરાયું છે.
5/6

અન્ય મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
6/6

અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 25 Aug 2024 06:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
