Rain Forecast:રાજ્યના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Rain Forecast: હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. 8 જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને લઇને વરસાદનું રેડ એલર્ટ અપાયું છે . અમદાવાદ શહેરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ઉપરાંત આણંદ, ભરૂચ, સુરેંદ્રનગર, ભાવનગરમાં બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. લો પ્રેશર સક્રિય થતા સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલા પટેલે 19 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ19 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે. , પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 19 બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ બાદમાં 26થી 30 જૂન દરમિયાન ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે આ વરસાદના રાઉનડમાં મૂશળધાર વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિના નિર્માણની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
છેલ્લા 24 કલાકમાં ક્યા જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ
તે સિવાય ખાંભામાં 4.1, ટંકારામાં 3.9,જસદણમાં 3.9 ઈંચ, ચુડા, સાયલામાં 3.9, થાનગઢમાં 3.7 ઈંચ વરસાદ, મૂળીમાં 3.7,જૂનાગઢમાં 3.6 ઈંચ વરસાદ, હળવદમાં 3.5, ભાવનગરમાં 3.5 ઈંચ વરસાદ, જેતપુરમાં3.5, ઓલપાડમાં 3.3 ઈંચ વરસાદ, અંકલેશ્વરમાં 3.3, લાઠીમાં 3.2 ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં 3.2, વડિયામાં 2.8 ઈંચ વરસાદ, ઉમરગામમાં 2.7, કલ્યાણપુરમાં 2.6 ઈંચ વરસાદ, ભેસાણમાં 2.6, બાલાસિનોરમાં 2.6 ઈંચ વરસાદ, બરવાળા, બગસરામાં 2.6, પાદરામાં 2.5 ઈંચ વરસાદ, ભરૂચ, લોધિકા, ઘોઘામાં 2.4 ઈંચ વરસાદ, ઉનામાં 2.3, વાંકાનેર, જંબુરસમાં 2.2 ઈંચ વરસાદ, કપડવંજ, પોરબંદર, ઉપલેટામાં 2.2 ઈંચ વરસાદ,વંથલીમાં 2.2, બોડેલી, ધંધુકામાં 2.1 ઈંચ વરસાદ, ગોંડલમાં 2.1, સુત્રાપાડામાં 2 ઈંચ વરસાદ, રાજકોટ, મેંદરડા, ડોલવણ, દ્વારકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.





















