Gujarat Rain Forecast: 18 જુલાઈથી રાજ્યના આ જિલ્લામાં મૂશળધાર વરસાદની આગાહી, જાણો આજે ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ મેઘરાજા ફરી ગુજરાતમે ઘમરોળશે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ મેઘરાજા ફરી ગુજરાતમે ઘમરોળશે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ફરી ગુજરાતમાં વરસાદનો ત્રીજા રાઉન્ડ 18 જુલાઇ બાદ શરૂ થશે. આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં 18 જુલાઇ બાદ ભારે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનો અનુમાન છે. આ સિવાય રાજ્યભરમાં આગામી 7 દિવસ છૂટછવાયો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
આજે ક્યાં વરસશે વરસાદ
રાજ્યમાં આજે પણ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં આજે વરસાદી માહોલનો અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા જોવાઇ રહી છે.
આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની ખાનગી સંસ્થા સ્કાયમેટની આગાહી કરી છે. કાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમનો અનુમામ છે. તો 18 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાનું સ્કાયમેટનું અનુમાન છે. પહેલા બે રાઉન્ડમાં વરસેલા સારા વરસાદના કારણે રાજ્યના 207 પૈકી 32 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 22, કચ્છના આઠ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું એક એક જળાશય છલોછલ છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના 20 જળાશયોમાં 63.95 ટકા જળસંગ્રહ છે. તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 61.98 ટકા જળસંગ્રહ છે.ઉપરવાસમાં વરસેલા સારા વરસાદ અને છોડાયેલા પાણીને લીધે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમમાં 58 હજાર 766 ક્યુસેક પાણીની આવકથી છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટી 43 સેન્ટીમીટર વધી છે... નર્મદા ડેમની જળસપાટી વધીને 125.45 મીટરે પહોંચી છેે
આ પણ વાંચો
Junagadh:જૂનાગઢ ગિરનારના વિકાસ માટે સરકારે આટલા કરોડ રુપિયાની કરી ફાળવણી, જાણો
Gujarat Rain: બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-8 : એક ફોન અને દબોચાયો ડોન, 30 મિનિટમાં જશુ ગગન જેલમાં