Arjun Modhwadia: કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જૂન મોઢવાડિયાએ આપ્યું મોટુ કારણ
ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધુ છે. અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
![Arjun Modhwadia: કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જૂન મોઢવાડિયાએ આપ્યું મોટુ કારણ After resigning from Congress Arjun Modhwadia gave a big reason Arjun Modhwadia: કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જૂન મોઢવાડિયાએ આપ્યું મોટુ કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/04/ee65d3f5f92209c30f6016cdbd6fb461170955625765678_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દિધુ છે. અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અર્જૂનભાઈ કૉંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દિધુ છે. કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જૂનભાઈએ કારણ પણ જણાવ્યું છે.
#WATCH | Gandhinagar: After his resignation from Congress, Arjun Modhwadia says, "When a party loses its connection with the people, it cannot survive for long. The people of the country wanted the Ram Temple to be constructed. The Congress had also decided that after a… pic.twitter.com/jrzRMnfD72
— ANI (@ANI) March 4, 2024
અર્જૂન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, યુવાકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલ હતો. કપરા સમયમાં જવાબદારી સંભાળી હતી. થોડા સમયથી ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી કૉંગ્રેસ પક્ષમાં આર્થિક અને સામાજિક બદલાવ લાવી શક્યો નહી. કૉંગ્રેસ પક્ષમાં મે બધું આપ્યું છોડવું મુશ્કેલ હતું. પોરબંદરના લોકોની આશા એવી જ હતી. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સ્વીકારવામાં ન આવ્યું તે યોગ્ય નહોતું.
કોણ છે અર્જૂન મોઢવાડિયા
અર્જૂન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. અર્જૂન મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું વર્ચસ્વ છે.
અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું
કોંગ્રેસ નેતા અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. થોડા સમય પહેલા જ અમરીશ ડેરને પ્રદેશ કૉંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસે અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કેટલીક પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને સસ્પેન્ડ કર્યા છે. જોકે અમરીશ ડેર આજે જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)