શોધખોળ કરો

Ahmedabad: બસ સ્ટેન્ડમાં ગંદકી કરવી પડી શકે છે ભારે, એસટી વિભાગે લીધો આ મોટો નિર્ણય

Ahmedabad: ગુજરાત વાહન વ્યવહાર વિભાગે બસ સ્ટેન્ડની સ્વચ્છતા લઈને મહત્વનો નિર્ણય લીધો છે

Ahmedabad: ગુજરાત વાહન વ્યવહાર વિભાગે બસ સ્ટેન્ડની સ્વચ્છતા લઈને મહત્વનો નિર્ણય લીધો છે. નિગમ દ્વારા ગંદકી ફેલાવનાર મુસાફરો સામે દંડ વસૂલવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગંદકી કરનારા લોકો પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ મામલે આવનાર દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. જેથી મુસાફરોને બસ સ્ટેન્ડ પર કચરો ફેંકી ગંદકી કરવી ભારે પડી શકે છે.

સ્વચ્છતા બાબતે ખાસ નિગમ દ્વારા પ્રથમવાર એક અધિકારીની પણ કેન્દ્રીય સ્તરે નિયુક્તિ કરવામાં આવી છે. ઓડિટ અને મોનિટરિંગ ચીફ મેનેજરનો કાર્યભાર અધિકારીને સોંપવામાં આવ્યો છે. જે રાજ્ય પરના બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા બાબતે કામ કરી રહ્યાં છે. ચીફ મેનેજર રાજ્યના તમામ એસટી બસ ડેપોમાં સ્વચ્છતા બાબતે કરશે કામગીરી કરશે.
સ્વચ્છતા ઝુંબેશને લઈને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર કામગીરી શરૂ કરાઇ હતી.

નિગમ દ્વારા બસ સ્ટેન્ડની સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને બસ સ્ટેન્ડની સફાઈ માટે અભિયાન પણ શરૂ કર્યું છે. અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર સફાઈ બાબતે ભાર આપવામાં આવી રહ્યો છે અને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ બસ સ્ટેન્ડ પર વિભાગના અધિકારીઓ પોતે હાજર રહીને કામ લઈ રહ્યા છે. રાજ્યના બસ સ્ટેન્ડ ઉપર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર થતી હોય છે. તેમાં અમદાવાદ વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોના બસ સ્ટેન્ડ પર મુસાફરોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોય છે. આ સ્થિતિમાં સ્વચ્છતા અંગે જાગૃતતાના અભાવે ગંદકી ફેલાતી હોય છે. જોકે હવે નિગમ દ્વારા ગંદકી ફેલાવનાર મુસાફરો પાસે દંડ વસૂલવા બાબતે નીતિ ઘડવામાં આવશે.

નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી) દ્ધારા 4062 ડ્રાઇવર, 3342 કંડકટરની ભરતી બહાર પાડવામાં આવી હતી.  જેના માટે ઉમેદવારો 7 ઓગસ્ટથી અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 6 સપ્ટેમ્બર છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે.

5 વર્ષ માટે ફિક્સ પગાર

ડ્રાઇવર-કંડક્ટરનો પાંચ વર્ષ માટે મહિનાનો ફિક્સ પગાર રૂપિયા 18,500 રહેશે. કંડકટર માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ છે. ડ્રાઇવર માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધો. 12 પાસ છે.

 શરુઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ભરતીમાં નોકરીએ લાગનાર ઉમેદવારોને ચુકવવામાં આવશે. ત્યાર બાદ નિયત કરવામાં આવેલ મળવાપાત્ર પગારની ચૂકવણી કરવામાં આવશે. આ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીના મહેકમ વિભાગે જાહેરાત બહાર પાડી છે. બહાર પાડવામાં આવેલી ભરતી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે, મંજૂરી મળશે તો દર્શાવેલ કુલ જગ્યાઓ પર ડ્રાઇવર અને કંડકટરની જગ્યાઓ ભરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Embed widget