અમદાવાદની કઇ હોસ્પિટલના કોરોનાના દર્દીને પ્રવેશ નથી મળી રહ્યો, શું છે કારણ જાણો
દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. ગુજરાતમાં પણ કોરોનાનો કેર યથાવત છે.રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની સંખ્યા સ્થિર રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13847 નવા કેસ નોંધાયા છે. માત્ર અમદાવાદમાં શનિવારે શહેરમાં કોરોનાના નવા 4980 કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. ગુજરાતમાં પણ કોરોનાનો કેર યથાવત છે.રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની સંખ્યા સ્થિર રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13847 નવા કેસ નોંધાયા છે. માત્ર અમદાવાદમાં શનિવારે શહેરમાં કોરોનાના નવા 4980 કેસ નોંધાયા છે.
શનિવારે અમદાવાદમાં કોરોનાના નવા 4980 કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ 1, 65 695, કેસ નોંધાયા છે.શનિવારે 21 લોકોના મોત થતા ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 2868 લોકોના મરણ થવા પામ્યા છે. આ સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે કોરોના દર્દીને દાખલ થવા માટે પ્રવેશ બંધ કરી દીધો છે. ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં ન મળતો હોવાથી આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે દર્દીઓને પ્રવેશ નહિ મળતા દર્દીની સ્થિતિ કફોળી બની રહી છે. કોરોનાના દર્દીઓ દાખલ હોવાથી અને ઓક્સિજનનો જથ્થો મર્યાદિત મળતો હોવાથી દર્દીઓને પ્રવેશ નહિ આપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ સોલા સિવિલની શુક્રવાર સવારથી કોરોના OPD તરફ જવાના માર્ગને લોક કરી દેવાયો હતો. હાલ અમદાવાદ સોલા સિવિલમાં 100થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
શહેરમાં કુલ કેટલા નોંધાયા કેસ
શનિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૪૯૮૦ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ ૧,૬૫,૬૯૫ કેસ નોંધાયા છે.શનિવારે ૨૧ લોકોના મોત થતા ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૨૮૬૮ લોકોના મરણ થવા પામ્યા છે.શનિવારે શહેરમા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કુલ ૩૧૮૨ લોકોને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૯૬૮૫૧ લોકો કોરોના મુકત થયા છે.આમ આ વર્ષે માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર ઉપર ફરી એક વખત નિયંત્રણ લાવી શકાશે એવી સંભાવના જોવા મળી રહી છે.
રાજ્યમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં ૨૪ એપ્રિલ બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૧૪ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫,૮૧,૬૨૪ છે જ્યારે કુલ મરણાંક ૭,૩૫૫ છે. હાલમાં ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૦,૫૮૨ દર્દીએ કોરોના હરાવ્યો છે. અત્યારસુધી કુલ ૪,૨૯,૧૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે.