શોધખોળ કરો
Advertisement
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: સ્ટાર પ્રચારક યાદીમાં ભાજપના આ યુવા નેતાનું નામ સામેલ, જાણો બીજા કયા-કયા નેતાઓનો કરાયો સમાવેશ?
ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાની મુદ્દત પૂર્ણ થઈ હતી. જોકે ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાની મુદ્દત પૂર્ણ થઈ હતી. જોકે ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપના 30 નેતાઓને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ સ્ટાર પ્રચારક યાદીમાં અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યાદીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેંદ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, કેંદ્રીય મંત્રી મનસુખ માંડવીયા,સાંસદ ભારતી બેન શિયાળ, આઈકે જાડેજા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી છે. ભાજપ અને કૉંગ્રેસના તમામ ઉમેદવારો તરફથી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. 19 ઓક્ટોબર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. 19 ઓક્ટોબર સુધી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. પેટા ચૂંટણીને લઈને 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement