શોધખોળ કરો

Gujarat Rain: જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જળમગ્ન થશે. ઉત્તર ગુજરાતમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.

અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જળમગ્ન થશે. ઉત્તર ગુજરાતમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.  અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે.  જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે, આજે સવારે મેઘરવો આવ્યો તે સારો વરસાદ વરસવાનો સંકેત છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, આદરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારૂ ગણાય છે. 

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સારા વરસાદના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સંકેત આપ્યા છે. અંબાલાલ પટેલના અનુસાર આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે.  28 જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 

જામનગરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી, હારીજ વિસનગર સહિતના વિસ્તારમાં સારો વરસાદ થશે. અરવલ્લી અને સાબરકાંઠા તથા કચ્છના ભાગોમાં સારો વરસાદ થશે. 

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

સૌરાષ્ટ્રમાં જળપ્રલય આવશે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે.  હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે. પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.

હવામાન વિભાગના મતે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તેમાં પણ આગામી ત્રણ દિવસ તો મૂશળધાર વરસાદ વરસશે.  આજે જામનગર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, બોટાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી  કરાઈ છે. 

આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 26 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, અને છોટાઉદેપુર જિલ્લો થશે જળબંબાકાર. હવામાન વિભાગના અનુસાર, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget