Rain Forecast:સપ્ટેમ્બરમાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલ કરી આગાહી
Rain Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
Rain Forecast: ઓગસ્ટમાં ગુજરાતમાં સારા વરસાદ બાદ હવે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલે કેટલીક શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં મેઘરાજા ફરીથી તોફાની બેટિંગ કરશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પૂર આવવાની શક્યતા છે. અંબાલાલાના કહેવા મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશરને લીધે રાજયને ફરી મેઘરાજા ધમરોળશે. તો સપ્ટેમ્બરના અંતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે , કચ્છના કેટલાક વિસ્તારોમાં ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટાનું અનુમાન છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી
બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે આગામી 2-3 દિવસ દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને તેલંગાણામાં ભારે વરસાદની (heavy rain) આગાહી (forecast) કરી છે. ગુજરાતમાં હવે ભારે વરસાદથી રાહત મળી છે. ગુજરાતમાં ડીપ ડિપ્રેશન "ચક્રવાતી તોફાન આસ્ના"માં પરિવર્તિત થયું છે. જો કે, 'આસના' વિસ્તાર પર કોઈ મોટી અસર કર્યા વિના અરબી સમુદ્રમાં ઓમાન તરફ આગળ વધ્યું છે. જેથી દેશ પરથી તોફાનનો ખતરો ટળ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. 1 અને 2 સપ્ટેમ્બરે વિદર્ભ, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે છત્તીસગઢ, 2 સપ્ટેમ્બરે પૂર્વ મધ્ય પ્રદેશ, 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ, 3 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને 3 થી 5 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.
મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન મધ્ય ભારત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. કોંકણ અને ગોવા અને ગુજરાતમાં 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન, મહારાષ્ટ્રના મરાઠવાડામાં 1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે.
વિભાગ અનુસાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઓડિશામાં મધ્યમ વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં સપ્તાહ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 31 ઓગસ્ટે ઓડિશામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: ગુજરાતના આ 12 જિલ્લામાં આજે પણ વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી