અંબાલાલ પટેલની મોટી આગાહી, જાન્યુઆરીમાં આ તારીખે પડશે માવઠું, જાણો ક્યા વિસ્તારમાં વરસાદની છે શક્યતા
25થી30 ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે. જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનાર વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે.
Gujarat Weather: ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 31મી ડીસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. અમદાવાદના વિસ્તારમાં 15 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે. તો 29થી31 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર રહેશે. 1લી જાન્યુઆરીથી દેશના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 25થી30 ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે. જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનાર વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે. અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર 1થી 5 જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 28 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે પંજાબ અને હરિયાણામાં કોલ્ડવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની કઠોરતા યથાવત છે. કેટલીક જગ્યાએ ગાઢ ધુમ્મસ છે તો અન્ય સ્થળોએ ઠંડીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ઉત્તર ભારતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે.
દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન થવા લાગ્યા છે. IMD એ 25 થી 28 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે, જો કે, 29 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી હળવું ધુમ્મસ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં થોડીક ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝનમાં સામાન્ય છે.
IMD એ આજે એટલે કે સોમવાર (25 ડિસેમ્બર) દિલ્હીમાં દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ રહેવાની આગાહી કરી છે. દિલ્હીના AQI વિશે વાત કરીએ તો, રવિવારે તે 417 હતો જે "ગંભીર" શ્રેણીમાં આવે છે. શૂન્ય અને 50 ની વચ્ચે AQI 'સારું' છે, 51 થી 100 'સંતોષકારક' છે, 101 થી 200 'મધ્યમ' છે, 201 થી 300 'નબળું' છે, 301 થી 400 'ખૂબ નબળું' છે અને 401 થી 500 'સારા' છે તેને 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં 30 ડિસેમ્બર, 2023 થી 1 જાન્યુઆરી, 2024 સુધી હળવાથી મધ્યમ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં 30 ડિસેમ્બર 2023 થી 02 જાન્યુઆરી 2024 સુધી વરસાદની અપેક્ષા છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 6 થી 9 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. 26 ડિસેમ્બર સુધી પંજાબના જુદા જુદા ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે.