શોધખોળ કરો

Amit Shah: 'અહીં ગરમી વધુ છે એટલે રાહુલ ગાંધી વિદેશ ફરવા ગયા છે' -કહીને અમિત શાહે પાટણમાં કોંગ્રેસને ઝાટકી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, અને તેમના ઉત્તર ગુજરાતમાં આજે પાટણના સિદ્ધપુરમાં જનતાને સંબોધન કર્યુ હતુ

Amit Shah Speech: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, અને તેમના ઉત્તર ગુજરાતમાં આજે પાટણના સિદ્ધપુરમાં જનતાને સંબોધન કર્યુ હતુ, આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પાટણમાં સંપર્કથી સમર્થન અભિયાન હેઠળ સિદ્ધપુરમાં કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન અહીં ગોવર્ધન પાર્કમાં અમિત શાહે સંબોધન કર્યુ હતુ. કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ અભિયાન છેડવામાં આવ્યુ છે. અમિત શાહે કહ્યું કે આ લોકસંપર્કનો કાર્યક્રમ દેશભરની જનતાનો આભાર માનવા માટેનો છે. આજે અહીં છ કરોડ ગુજરાતીઓનો હૃદયપૂર્વક હું આભાર માનું છું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના ભાષણમાં દેશ અને ગુજરાતની જનતાનો આ આભાર માન્યો હતો, તેમને પોતાના ભાષણમાં કહ્યું હતુ કે, કોંગ્રેસના દસ વર્ષ ભ્રષ્ટાચાર, આતંકવાદ અને આર્થિક પતનના હતા, તેમને કહ્યું કે અહીં ગરમી વધુ છે એટલે રાહુલ ગાંધી વિદેશ ફરવા ગયા છે. વિદેશમાં જઈને રાહુલ ગાંધી દેશને અપમાન કરવાનું કામ કરે છે. દેશની નિંદા કરવાનું કામ કોઈ રાજનેતાને શોભતુ નથી. પીએમ મોદીને સંસદમાં બોલવા નથી દેવાતા. અમે દેશની સેવા કરી છે, ગામેગામ વીજળી અને પાણી પહોંચ્યા પહોંચાડવામાં અમારી સરકારે કામ સારી રીતે પાર પાડ્યુ છે. આજે ગુજરાત મૉડલ ભારત મૉડલમાં પરિવર્તિત થયુ છે. જ્યાં જ્યાં જઈએ ત્યાં મોદી સાહેબનું સન્માન થઇ રહ્યું છે. તેમને વધુમાં ચૂંટણીને લઇને કહ્યું કે, 2024ની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક લગાવશે. 

અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં આતંકવાદ ચરમસીમા પર હતો, મોદી સરકારે સર્જીકલ અને એરસ્ટ્રાઈક કરી, પાકિસ્તાનમાં જઈને આતંકનો સફાયો કર્યો છે. પર્ફોર્મન્સનું પોલિટિક્સ નરેન્દ્ર મોદીએ જ શરૂ કર્યુ છે. દરેક ગરીબને પોતાનું ઘર, સિલિન્ડર, પાણી અમે આપ્યું છે. મોદી સરકારે ગરીબ અને મધ્યમ વર્ગની ચિંતા કરી છે. બાજરી, મકાઈને પણ મફ્ત આપવાનો સરકારનો નિર્ણ છે. અમારી સરકારે જમ્મુ-કશ્મીરમાં એક જ ઝાટકે કલમ 370 હટાવી દીધી હતી.

અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું કે સંસદનું નવું ભવન બનાવી પવિત્ર સેંગોલ સ્થાપિત કર્યુ છે. 2024માં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે, કોંગ્રેસે રામ મંદિરને 60 વર્ષ સુધી તાળા મારી રાખ્યા હતા. મોદી સરકારે યુવાન, મહિલા અને દરેક વર્ગને સક્ષમ બનાવ્યો છે.

અમિત શાહે કહ્યું કે, લોકસભામાં ગુજરાતે ભાજપને 26માંથી 26 બેઠક આપી છે. પાટીલના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમી જીત હાંસલ કરી છે. ગુજરાતની જનતા ભાજપને પ્રેમ કરે છે, UPAના દસ વર્ષમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. રાહુલ ગાંધીએ વિદેશમાં આપેલા નિવેદન પર અમિત શાહે પોતાના ભાષણાં આકરા પ્રહારો કર્યો હતાં. નવ વર્ષમાં મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો એકપણ આરોપ નથી. આર્થિક મંદી અને અવ્યવસ્થા મોદી સરકારે સમાપ્ત કરી છે.

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
Embed widget