ત્રણ ટર્મથી લોકસભામાં ચૂંટાતા ગુજરાત ભાજપના સાંસદે તેમના જિલ્લાને વિકાસની દ્રષ્ટિએ પછાત ગણાવ્યો
2019 લોકસભા ચૂંટણીમાં નારણ કાછડીયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને હરાવ્યા હતા અને સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાયા હતા.
Amreli News: અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્રણ ટર્મથી ચૂંટાઈને આવતા સાંસદ કાછડીયાએ કહ્યું, અમરેલી જિલ્લો 100 ટકા વિકાસની દ્રષ્ટિએ પછાત રહ્યો છે. અધિકારીઓ, પદાધિકારીઓ અને પ્રેસમીડિયાના માધ્યમથી જિલ્લાનો વિકાસ થાય એ પોઝિટિવિટી તરફ આગળ વધીએ. ભાજપ કાર્યાલયે યોજાયેલી પ્રેસમાં સાંસદે જિલ્લાને વિકાસથી પછાત ગણાવ્યો હતો.
અમરેલી લોકસભા બેઠક પર 1962થી 2019 સુધીમાં 7 વખત કોંગ્રેસનો અને 6 વખત ભાજપનો વિજય થયો છે, 1989માં માત્ર એક વખત આ બેઠક પર અન્ય પક્ષ જનતા દળના ઉમેદવાર મનુભાઈ કોટડિયાનો વિજય થયો હતો.
ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં નારણ કાછડીયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને હરાવ્યા હતા અને સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાયા હતા. અમરેલી બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. અમરેલીના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં ખેતી સૌથી મોટો વ્યવસાય છે. ખેતી સાથે સંકળાયેલો ઓઇલની મીલોનો ઉદ્યોગ પણ આ વિસ્તારમાં ધમધમે છે.
13 એપ્રિલ 2016ના રોજ અમરેલીના ભાજપના સાંસદ નારણભાઈ ભીખાભાઈ કાછડિયાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેને 16 દિવસ પછી તેના પર સ્ટે ઓર્ડર મળ્યો હતો, પરંતુ તે સમયે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને તેમને ગેરલાયક ઠેરવ્યા ન હતા. 2009 થી સાંસદ રહેલા 68 વર્ષીય ખેડૂત અને પાટીદાર નેતા કાછડિયા 2019ની લોકસભા ચૂંટણીમાં અમરેલીથી ભાજપની ટિકિટ પર ફરી જીત્યા.
સરકારી હોસ્પિટલમાં ફરજ પરના દલિત તબીબ પર હુમલો કરવા બદલ દોષી ઠેરવાયેલા કાછડિયાને અદાલતે અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. અમરેલીના સાંસદે સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેણે તેમની સજાને સ્થગિત કરી હોવા છતાં, દોષિત ઠેરવવામાં રોક લગાવી ન હતી, જે સાંસદ તરીકે તેમની ગેરલાયકાતને રોકવા માટે જરૂરી હતી. આ આધાર પર સ્થગિત કરવા માટેનો અપવાદરૂપ કેસ બનાવવામાં આવ્યો ન હતો. આખરે 29 એપ્રિલ 2016ના રોજ કાછડિયાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી.
આ પણ વાંચો
અમદાવાદથી લંડન ભણવા ગયેલા વિદ્યાર્થીના મોત મામલે સામે આવી ચોંકાવનારી માહિતી, જાણો વિગત
સરકારની મોટી જાહેરાત, હવે વર્ષમાં બે વખત લેવાશે બોર્ડની પરીક્ષા! આ રીતે આવશે રિઝલ્ટ