(Source: ECI/ABP News/ABP Majha)
Amreli: ખાંભાના મોટા સમઢિયાળા ગામે પરિણીતાની ભરબજારમાં હત્યાથી ચકચાર
હાલ મહિલાની ડેડબોડી પી.એમ માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને આરોપીને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Amreli News: અમરેલીના ખાંભાના સમઢિયાળા ગામે હત્યાની ઘટના બની છે. પરિણીત મહિલા હેતલબેન દાફડાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ભરબજારમાં હત્યા કરવામાં આવી છે. સમઢિયાળા ગામની જાહેર બજારમાં ભાવેશ ઉર્ફે શકિત દાફડા નામના ઈસમે તીક્ષણ હથિયાર મારી મહિલાની હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. બનાવના પગલે સાવરકુંડલા ડી.વાય.એસ.પી. હરેશ વોરા, ખાંભા પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા. હાલ મહિલાની ડેડબોડી પી.એમ માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને આરોપીને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
થોડા દિવસ પહેલા અમરેલીના વાંકિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. શ્રમિક પરિવારની સગીરાને યુવકે જન્મ દિવસ ઉજવવાના બહાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાંથી જ તેને મોટર સાયકલ બેસાડી તે લઈ ગયો હતો અને પરત ફરતી વખતે બાઇખ પૂરઝડપે ચલાવતાં ટ્રેક્ટર સાથે અથડાવ્યું હતું. જેમાં તે અને સગીરા બંને ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ સંદર્ભે સગીરાના પિતાએ વાંકિયા ગામે રહેતા તુષાર અશોકભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમની દિકરી વાળી સગીરવયની હોવાનું જાણવા છતા, લલચાવી, ફોસલાવી તેની સાથે ગંદુ કામ કરવાના ઇરાદે બે મહિના પહેલા સ્કૂલે જતી હતી ત્યારે ચલાલા ખાતે કોઇ હોટલમાં લઇ જઇ બે વાર શરીર સંબંધ બાંધ્યો હતો. ઉપરાંત ત્રણ દિવસ પહેલા તેમની દિકરીનો જન્મ દિવસ હતો ત્યારે આરોપીએ તેનો બર્થ ડે ઉજવવાના બહાને સ્કૂલે જતી હતી ત્યાંથી તેને મોટર સાયકલમાં બેસાડી ફરીથી ચલાલા કોઇ હોટલમાં લઇ જઇને કિસ, શારીરીક અડપલા કરી જાતીય સતામણી કરી હતી. આ દરમિયાન માતા-પિતા તેની દિકરીને ગોતે છે તેવી ખબર પડી જતા, મોટર સાયકલ પુરઝડપે ચલાવી આગળ જતા ટ્રેક્ટરના પાછળના ભાગે ભટકાવ્યું હતું. જેમાં બંનેને ઇજા થઈ હતી.
આ પણ વાંચોઃ
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હાજરી, હાઈડ્રોજનની શોધ શરૂ, ISRO એ આપ્યું અપડેટ