Amreli: પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયાની નીકળી અંતિમયાત્રા, મોટી સંખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો રહ્યા ઉપસ્થિત
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું ગઈકાલે રોડ અકસ્માતમાં નિધન થયું હતું.
V V Vaghasiya Death: સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું ગઈકાલે રોડ અકસ્માતમાં નિધન થયું હતું. શેલણા વંડા વચ્ચે કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ વી વી વઘાસીયાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. આજે તેમની અંતમિ યાત્રા માદરે વતન વિજયાનગરથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.
વી વી વઘાસીયાની અંતિમ યાત્રામાં કોણ કોણ થયું સામેલ
વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, ડોકટર ભરત કાનાબાર સહિત અનેક રાજકીય લોકો અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.
શોકનો માહોલ
કાર અને જેસીબી વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વી.વી. વઘાસિયાને માથાનાં ભાગે ઈજાઓ પહોંચત તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. ત્યારે સર્જાયેલ અકસ્માતમાં કારને કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. ત્યારે વી.વી. વઘાસિયાનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. પૂર્વ કૃષિ મંત્રીનાં મૃત્યુંનાં સમાચાર વાયુ વેગે તેમના મિત્ર વર્તુળમાં પ્રસરતા લોકોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
ભાવનગરના બે બિલ્ડરને કેમ ફટકારાઇ 30 દિવસની જેલની સજા
ભાવનગરમાં બે બિલ્ડરને 30 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના બે બિલ્ડરોને ગ્રાહકોને પુરતી સેવા નહી આપવા બદલ 30 દિવસની સજા ફટકારાઇ હતી. બાબુ બારૈયા અને હસમુખ મેર નામના બિલ્ડરને સજા ફટકારાઇ હતી. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના હુકમના અનાદર બદલ જેલની સજા કરાઇ હતી. બિલ્ડરો સામે રહેવાસીઓએ લિફ્ટ, પાર્કિગ અને નબળા બાંધકામ અંગેની ફરિયાદ કરી હતી. ગુજરેરાના હુકમનો અનાદર કરી મકાન ખરીદનાર નાગરિકોને નબળા બાંધકામ, પુરતી સુવિધાઓ પુરી ના પાડવા બદલ ભાવનગરના બિલ્ડર્સને 30 દિવસ કેદની સજા ફટકારવામાં આવી છે, તેવું ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટીના સચિવની યાદીમાં જણાવ્યું હતુ.