Aravalli: ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે સર્જાયો ગોજારો અકસ્માત, 8ના મોત
અરવલ્લી: ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગોજારો અકસ્માત સર્જાયો છે. રતનપુર પાસેની રાજસ્થાનની હદમાં આ અકસ્માત સર્જાયો છે. ક્રુઝરજીપ ટ્રક સાથે અથડાઈ પલ્ટી મારી જતા આઠ લોકોના મોત થયા છે.
અરવલ્લી: ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગોજારો અકસ્માત સર્જાયો છે. રતનપુર પાસેની રાજસ્થાનની હદમાં આ અકસ્માત સર્જાયો છે. ક્રુઝરજીપ ટ્રક સાથે અથડાઈ પલ્ટી મારી જતા આઠ લોકોના મોત થયા છે. મુસાફર ભરેલી ક્રુઝર ગાડીની બ્રેક ફેઈલ થઇ આગળ જતા ટ્રક સાથે અથડાઈ હતી.
ઈજાગ્રસ્તોને બીછીવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
આ અકસ્માત ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મળતી માહિતી પ્રમાણે 8 લોકોના મોત થયા છે. જીપ અને ટ્રક વચ્ ગોજારો અકસ્માત સર્જાયો હતો અને જેમાં જીપ પલટી ખાઈ જતા ઉપર ટ્રક ફરી વળી હતી. જેને લઈ જીપમાં સવાર કેટલાક મુસાફરો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હચા. આ અંગે સ્થાનિક ડુંગરપુર પોલીસે જણાવ્યું કે, 8 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્તોને બીછીવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી
અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના ગુજરાત સરહદથી માત્ર કેટલાક મીટરના અંતરે સર્જાઈ હતી. સ્થાનિક ગુજરાત પોલીસના જવાનો પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે મોકલવામાં મદદ કરી હતી. જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા આગળ જઈ રહેલી ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 8 કે 10 મુસાફરોની ક્ષમતા સામે જીપમાં 19 લોકો બેઠા હતા તેવી પણ માહિતી સામે આવી છે. હાલમાં રીતે ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળત માહિતી પ્રમાણે આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ ટ્રક અને ક્રૂઝર જીપ વચ્ચે અકસ્માત થયો હતો. 19 મજૂરોને ભરીને ક્રૂઝર આગળ જઇ રહી હતી ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જયો હચો.બનાવની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને જીપમા સવાર લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા.