શોધખોળ કરો

આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં

Anklav city BJP resignations: આ ઘટનાએ આંકલાવ ભાજપમાં મોટું ગાબડું પાડ્યું છે અને ભર ચોમાસે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે.

Anklav BJP: આંકલાવ આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં આજે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. એક સાથે 22 મહત્વપૂર્ણ હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટનાક્રમની શરૂઆત 18 ઓગસ્ટના રોજ થઈ હતી, જ્યારે આંકલાવ શહેર ભાજપના મહામંત્રી વિશાલ પટેલે અચાનક રાજીનામું આપ્યું હતું. તેમના સમર્થનમાં આજે વધુ 22 હોદ્દેદારોએ પણ પોતાના પદ છોડી દીધા છે.

રાજીનામાં આપનારાઓમાં યુવા મોરચા પ્રમુખ મિહિર શાહ, શહેર સંગઠન ઉપપ્રમુખ વિપુલ ગુહા, બક્ષીપંચ મોરચા પ્રમુખ હિતેશ દરજી, મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પીઠડીયા અને અન્ય મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રાજીનામાઓનું મુખ્ય કારણ પક્ષમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક લોકોની વધતી જતી દખલગીરી છે. ઉપરાંત, ગત નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટના કારણે સસ્પેન્ડ થયેલા સભ્યોની તરફેણમાં થઈ રહેલી હિમાયતથી પણ સ્થાનિક કાર્યકરો નારાજ છે. આ ઘટનાએ આંકલાવ ભાજપમાં મોટું ગાબડું પાડ્યું છે અને ભર ચોમાસે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. કેટલાક લોકો ભાજપ જિલ્લા સંગઠનની નબળી નેતાગીરીને પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર હોવાનું કહી રહ્યાં છે. કૉંગ્રેસના ગઢમાં ભાજપી હોદેદારો સ્થાનિક સંગઠનથી નારાજ થતાં ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. 

રાજીનામુ આપનાર હોદ્દેદારોનાં નામ

  • વિશાલ પટેલ (શહેર સંગઠન મહામંત્રી)
  • મિહિર શાહ (યુવા મોરચા પ્રમુખ)
  • વિપુલ ગુહા (શહેર સંગઠન ઉપપ્રમુખ)
  • હિતેશ દરજી (બક્ષીપંચ મોરચા પ્રમુખ)
  • સંજય મોચી (બક્ષીપંચ મોરચા મહામંત્રી)
  • ઉર્મિલાબેન પંચાલ (શહેર સંગઠન ઉપપ્રમુખ)
  • કૈલાશબેન રાજ (શહેર સંગઠન મંત્રી)
  • સંજયભાઈ એ.પટેલ (શહેર સંગઠન મંત્રી)
  • હિતેશભાઈ પટેલ (શહેર સંગઠન ઉપપ્રમુખ)
  • અમિતાબેન શાહ (શહેર સંગઠન મંત્રી)
  • સંજયભાઈ સી. પટેલ (કિશાન મોરચા પ્રમુખ)
  • ગીતાબેન પીઠડીયા (મહિલા મોરચા પ્રમુખ)
  • નીરૂબેન દરજી (મહિલા મોરચા મહામંત્રી)
  • રશિકાબેન પટેલ (મહિલા મોરચા ઉપપ્રમુખ)
  • આકાશ ઠાકોર (યુવા મોરચા મહામંત્રી)
  • પ્રવીણભાઈ પઢિયાર (યુવા મોરચા કોષાધ્યક્ષ)
  • સતિષભાઈ ઠાકોર (યુવા મોરચા ઉપપ્રમુખ)
  • દિનેશભાઈ પઢિયાર (યુવા મોરચા મંત્રી)
  • રીતેશ ગોહિલ (યુવા મોરચા મંત્રી)
  • ભાવિન સોલંકી (અનુસૂચિત મોરચા કોષાધ્યક્ષ)
  • નીરવ શાહ (શક્તિકૅન્દ્ર ઇન્ચાર્જ)
  • મહેશ રાઠોડ (શક્તિકેન્દ્ર  ઇન્ચાર્જ)
  • નયન રાણા (સોશિયલ મીડિયા ઇન્ચાર્જ)

આ પણ વાંચોઃ

ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ, જાણો આ વખતે કોંગ્રેસના ક્યા ધારાસભ્યનું નામ ચર્ચામાં આવ્યું...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Embed widget