(Source: ECI/ABP News/ABP Majha)
ધર્મસભામાં નીતિન પટેલના નિવેદન બાદ અર્જુન મોઢવાડિયાનો પ્રહાર, કહ્યુ- રાજકીય સ્વાર્થ સાધવા ભાજપના નેતાઓ નફરતની ભાષાનો કરે છે ઉપયોગ
નીતિન પટેલના નિવેદન પર પ્રહાર કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે રાજકીય સ્વાર્થ સાધવા ભાજપ નેતાઓ નફરતની ભાષા બોલે છે. અંગત રાજકીય સ્વાર્થને સાધવા માટે ભાજપના નેતાઓ નફરતની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે
ગાંધીનગરઃ ગાંધીનગરમાં યોજાયેલી ધર્મ સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલા નિવેદન મામલે કોગ્રેસે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલના નિવેદન પર કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દેશને વિભાજીત કરવાની માનસિકતા સાથે નિવેદન દુખદ કહેવાય. રાજકીય સ્વાર્થ માટે ભાજપના નેતા નફરતની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. નફરતની રાજનીતિનો પ્રયત્ન કરનાર લોકોને જનતાએ હંમેશા નકારી છે.
નીતિન પટેલના નિવેદન પર પ્રહાર કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે રાજકીય સ્વાર્થ સાધવા ભાજપ નેતાઓ નફરતની ભાષા બોલે છે. આવી રાજનીતિ નિમ્ન કક્ષાની છે.અંગત રાજકીય સ્વાર્થને સાધવા માટે ભાજપના નેતાઓ નફરતની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ-સંઘ મુસ્લિમ લીગ સાથે મળી એકવાર દેશના ભાગલા પડાવી ચુક્યા છે અને ફરી એ જ માર્ગ ઉપર છે.બીજી તરફ નીતિન પટેલ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. તેમણે કહ્યું કે, હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો બિનસાંપ્રદાયિક છે.હિંદુઓની સંખ્યા ઘટશે તો કશુ નહીં રહે. બંધારણ પણ બિનસાંપ્રદાયિક નહીં રહે, બધુ જતું રહેશે.
નોંધનીય છે કે ગાંધીનગરમાં યોજાયેલી ધર્મ સભામાં નીતિન પટેલે કહ્યું હતુ કે, જ્યાં સુધી દેશમાં હિન્દુ વસ્તીની બહુમતી છે ત્યાં સુધી બંધારણ-દેશ-કાયદા-કાનૂન બધું જ સુરક્ષિત છે. ન કરે નારાયણ જ્યારે દેશમાં હિન્દુ વસ્તી ઘટી અને એમની વસ્તી વધી તો બધું જ નષ્ટ થઈ જશે. કાયદા કાનૂન બધું દફનાવી દેશે. હું બધા ની વાત નથી કરતો ઘણા મુસ્લિમો દેશ ભક્ત છે. તેમણે જણાવ્યું હતું કે, લવ જેહાદ અમે નામ નથી આપ્યુ લોકોએ કહ્યું છે. કાયદામાં અમે જોગવાઈ કરી છે. કહેવાતા લોકો હાઇકોર્ટમાં લવ જેહાદ સામે રીટ દાખલ કરે છે. મારે એમને પૂછવું છે કે જો તમારી દીકરી સામે આવું થાય તો પછી તમે રીટ દાખલ કરશો.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધર્મસભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દુનિયાભરના રાક્ષસો, ગઝનવી, ખીલજી કે અંગ્રેજો હોય તેમના સેંકડો આક્રમણોને પૂર્વજોએ સહન કર્યું, જે અત્યાચાર થયા છે તેને આપણે જાણીએ છીએ. આતંકીઓ અને રાક્ષસો ના આક્રમણ છતાં રીત રિવાજો ધર્મ ને બદલી ન શક્યા. દુનિયામાં ખ્રિસ્તી દેશો પર આતંક મચાવે છે, હુમલા કરે તો રોકી શકતા નથી. આતંકીઓ જે કામ કરી રહ્યા છે તેનો ભૂતકાળ જોયેલો છે. રાક્ષસો રાક્ષસો ને મારી રહ્યા છે, અફઘાનિસ્તાનમાં થયેલા હુમલા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું.