શોધખોળ કરો

Maulana Case: મૌલાના સલમાન અઝહરીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં, હવે જશે સાબરમતી જેલમાં, આપ્યુ હતુ ભડકાઉ ભાષણ

અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં પણ મુફ્તી મૌલાના સલમાન અઝહરીએ અગાઉ ભડકાઉ ભાષણ આપ્યુ હતુ

Crime Updates ON Maulana: છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં આવેલા મુફ્તી મૌલાના સલમાન અઝહરીને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. હાલમાં જ મોડાસા સેશન્સ કોર્ટે ભડકાઉ ભાષણ કેસ મામલે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. મોડાસા સેશન્સ કોર્ટમાં આજે કરવામાં આવેલી સુનાવણી દરમિયાન મુફ્તી મૌલાના સલમાન અઝહરી પર આ નિર્ણય લેવાયો છે, જોકે, મુફ્તી મૌલાના સલમાન અઝહરીને આ પછી સુરક્ષા કારણોસર સાબરમતી જેલમાં મોકલવામાં આવશે. 

મુફ્તી મૌલાના સલમાન અઝહરીએ ગયા જાન્યુઆરી મહિને જુનાગઢ, કચ્છમાં ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, એટલુ જ નહીં આ પહેલા મૌલાનાએ અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં પણ ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. આ પછી તેમની પર ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર કેસ મામલે મુફ્તી મૌલાના સલમાન અઝહરીને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા. આજે મોડાસા સેશન્સ કોર્ટે આરોપી મૌલાનાને રિમાન્ડ પૂર્ણ થતાં જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હૂકમ કર્યો છે, આ પછી હવે સુરક્ષા કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકલવામાં આવશે.  

અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસામાં પણ મુફ્તી મૌલાના સલમાન અઝહરીએ અગાઉ ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, જે મામલે મૌલાના વિરૂદ્ધ મોડાસામાં ભડકાઉ ભાષણ અને એટ્રૉસિટી અંતર્ગત ગુનો નોંધાયો હતો. ખાસ વાત છે કે, સુરક્ષાના કારણોસર મુફ્તી મૌલાના સલમાન અઝહરીને શામળાજી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, અને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

જુનાગઢ અને કચ્છમાં પણ આપ્યું હતુ ભડકાઉ ભાષણ - 
ગઇ 31મી જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની એટીએસે મુંબઇથી શુક્રવારે ધરપકડ કરી હતી, આજે તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. હવે મુફ્તી મૌલાના સલમાન અઝહરીના માથે વધુ એક મોટી આફત આવી છે. આજે કચ્છમાં પણ મુફ્તી સલમાન અઝહરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કચ્છના સામખીયારી પોલીસ સ્ટેશનમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, કેમ કે ગઇ 30 જાન્યુઆરીએ તેમને આવી જ એક ભડકાઉ સ્પીચ આપી હતી.

શું છે મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો મામલો - 
થોડાક દિવસો પહેલા જુનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયુ હતુ, આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યુ હતુ, કેમકે આ સભામાં મુસ્લિમ આગેવાનોઓએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, બાદમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢની કોર્ટ પાસે આવેલી નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં ગઇ 31 જાન્યુઆરી 2024એ રાત્રિના સમયે 8 થી 12:30 ના સમયગાળા દરમિયાન મુસ્લિમ સમાજની સભા યોજાઇ હતી, જેમાં મુંબઇ રહેતા મૌલાના સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ સ્પીચનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસે શુક્રવારે જાતે જ ફરીયાદી બનીને ગુનો નોંધ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Embed widget