Amreli: અમરેલીમાં અલ્ટ્રાટેક સિમેન્ટના ગેસ્ટ હાઉસમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર
અમરેલી: રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટની કંપનીના ગેસ્ટ હાઉસમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ વિનોદ ત્રીપાઠીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
અમરેલી: રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટની કંપનીના ગેસ્ટ હાઉસમાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ વિનોદ ત્રીપાઠીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટના આપઘાતથી ઉદ્યોગ જોન કોસ્ટલ વિસ્તારમાં ચકચાર મચી છે. પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરી છે. આપઘાત પાછળનું કારણ જાણવા મરીન પોલીસે કવાયત શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે વિનોદ ત્રીપાઠી 2 માસ પહેલા સુરતના મગદલા પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા. અહી નોકરીના બે માસ થયા અને આપઘાત કરતા ચકચાર મચી છે.
પત્નીએ પતિનું ગળું દબાવી કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Ahmedabad News Updates: અમદાવાદ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. દારૂ પીને પતિએ માર મારતા પત્નીએ હત્યા કરી હતી. અમરાઈવાડી પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી છે.
શું છે મામલો
અમરાઈવાડીમાં રહેતો દિપક ઉર્ફે પીન્ટુ નામનો યુવક દારૂ પીને પત્નીને અવારનવાર ફટકારતો હતો. પતિના ત્રાસથી કંટાળી પત્નીએ તેનં ગળું દબાવી હત્યા કરી હતી. અમરાઇવાડી પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગરમાં વાહન હટાવવા મુદ્દે યુવકની હત્યા
અમદાવાદ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મેઘાણીનગરમાં વાહન હટાવવા બાબતે તકરાર કરીને કરી યુવકની હત્યા કરાઈ હતી. ચિરાગ પાટિલ નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી.
પરીણિતાને મુસ્લિમ યુવક સાથે બંધાયા સંંબધ, પતિ ફોનમાં બંનેના ફોટા જોઈ ગયો ને..
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો છે. પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. અમરેલીમાં રહેતા ગોબરભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો નાનો દીકરો મહેશ ઉર્ફ મયૂર છેલ્લા કેટલાક દિવસથી ગુમ છે. પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા મહેશની હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે પત્ની મીરા, તેના પ્રેમી અનશ અને તેની બહેનપણી ખુશી સતવારાને ઝડપી પાડી હતી.
ગોબરભાઇએ જણાવ્યું હતું કે તેઓ ખેતી કામ કરે છે. સંતાનમાં બે દીકરા અને દીકરી છે. જેમાં નાનો દીકરો મહેશ ઉર્ફે મયુરના લગ્ન આઠ વર્ષ પહેલાં મિરલ ઉર્ફે મીરા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. છેલ્લા એકાદ વર્ષથી તેઓનો દીકરો કામ ધંધા માટે અમદાવાદ ખાતે તેના સસરાના ઘરે રહેતો હતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો હતો.
2 જાન્યુઆરી 2023ના રોજ મહેશ ઉર્ફે મયુરે પિતાને જણાવ્યું હતું કે, તેની પત્નીના અનશ સાથે અનૈતિક સંબંધ છે અને આ સંબંધે મેં સવાલ કરતા મારી પત્ની મિરલ તથા તેની બહેનપણી ખુશી તથા અનસ ઉર્ફે ઉર્ફે લાલો મનસૂરીએ તેને રાજસ્થાન ખાતે ધમકાવી દીધો હતો. આ સંબંધોની વાત બીજા કોઈ સગા-સંબંધીઓને કરીશ તો તને જાનથી મરાવી નાખીશ તે પ્રકારની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.
ગોબરભાઇએ કહ્યું હતું કે મેં પુત્રવધૂ મીરાને મારી દીકરી કરતાં પણ સવાઇ રાખી હતી. તો પણ એણે આવું કર્યું? મારો છોકરો મહેશ ભોળો હતો. તેઓ મારા છોકરાને વિધર્મી બનાવવા માંગતા હતા. ગોબરભાઈ કહે છે કે મહેશને ફોનમાં બધું જોતાં આવડતું. એણે ચેક કર્યું તો ફોનમાં પુત્રવધૂ મીરા અને અનશ મનસૂરીના સાથે ફોટા હતા. હું મહેશને કહેતો કે પુત્રવધૂ મીરા દબાવતી હોય તો તું ગામડે આવતો રહે. જેથી 5મી તારીખે મહેશે મને ફોન કરીને કહ્યું કે હું સામાન ભરું છું. તમે ટ્રેક્ટર લઈને સવારે આવીને લઈ જજો.