(Source: ECI/ABP News/ABP Majha)
Navsari: કાર્યક્રમમાં હાજરી આપવા જતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો થતા ખળભળાટ
નવસારી: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો છે. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો છે.
નવસારી: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો છે. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો છે. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાની ચર્ચા છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલાના કારણે રાજકારણ ગરમાયું છે.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉપર પાર્ટીના જ નેતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ ઉપર કોંગ્રેસના જ હોદ્દેદારે ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સોસીયલ મીડિયા મંત્રી દેવાંગ પટેલે શૈલેષ પટેલ ઉપર પાર્ટી વિરોધી કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. નવસારી જિલ્લા યુથ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી આરોપ લગાવ્યો હતો. પાર્ટી વિરોધી કામ કરે એવા પ્રમુખ નીચે કામ નથી કરવું તેવો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતા રાજકારણ ગરમાયું છે. નવસારી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો વચ્ચે સોશિયલ મીડિયા વોર શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો થયો છે. વલ્લભીપુર કોંગ્રેસના શહેર પ્રમુખનું રાજીનામું પડ્યું છે. કોંગ્રેસ શહેર પ્રમુખ ભાવિક ધનાણીએ રાજીનામું આપ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની અવગણના થતા રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના શહેર પ્રમુખના રાજીનામાથી વલ્લભીપુર કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસ પક્ષમાં 106 વિધાનસભા બેઠકની ઉમેદવારની ટિકિટને લઇ ખેંચતાણ થઈ રહી છે.
મિશન 2022ના ઉમેદવાર બનવા મહિલા કોંગ્રેસ મેદાને આવી છે. 61 મહિલાઓએ કોંગ્રેસ સમક્ષ દાવેદારી નોંધાવી છે. 40 મહિલાઓને ટિકિટ મળે તેવી મહિલા કોંગ્રેસના પ્રમુખની માગણી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે લાગણી વ્યક્ત કરી છે. સૌથી વધુ ઇડર બેઠક પર 5 મહિલાઓએ માંગી ટિકિટ. સુરતની કરંજ બેઠક પર 4 મહિલાઓની દાવેદારી.
સુરતની લિંબાયત બેઠક પર 3 મહિલાઓએ માંગી ટિકિટ. દહેગામ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે માંગી ટિકિટ. લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણાની દાવેદારી. સુરતની મહુવા બેઠક પરથી હેમાંગીની ગરાસિયાએ માંગી ટિકિટ. કેશોદ બેઠક પરથી પ્રગતિ આહીરની દાવેદારી. અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી કમળાબેન ચાવડાએ માંગી ટિકિટ.