શોધખોળ કરો
Advertisement
ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ જિલ્લાઓમાં કમોમસમી વરસાદની આગાહી
માવઠાની આગાહીની વચ્ચે અરવલ્લી જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકામાં વહેલી સવારે કમોમસમી વરસાદ પડ્યો છે.
અમદાવાદઃ આ વર્ષે અપ્રમાણસર વરસાદ બાદ હવે વારંવારના માવઠા ખેડૂતોની મજા બગાડી રહ્યા છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી ફરી ખેડૂતોને મુશ્કેલી અને ચિંતામાં મુકી દીધા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી 3 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
વરસાદની આગાહીને પગલે આગામી સિઝનના પાકને મોટું નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગના અનુસાર આજે દાહોદ, નર્મદા, ડાંગ અને તાપીમાં પડશે માવઠું. તો 9 જાન્યુઆરીના રોજ દાહોદ, છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં પડશે સામાન્ય વરસાદ. જ્યારે 10 જાન્યુઆરીના રોજ દાહોદ, ડાંગ, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. તો આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
માવઠાની આગાહીની વચ્ચે અરવલ્લી જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકામાં વહેલી સવારે કમોમસમી વરસાદ પડ્યો છે. ધનસુરા, બાયડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ વરસાદથી ઘઉં સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion